17 મે બાદ શું? PM મોદી આજે મુખ્યમંત્રીઓ સહિત આ લોકો સાથે કરશે ચર્ચા

17 મે બાદ શું? PM મોદી આજે મુખ્યમંત્રીઓ સહિત આ લોકો સાથે કરશે ચર્ચા
લૉકડાઉન 3.0ની અવધિ 17 મેના રોજ પૂરી થઈ રહી છે, આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે

લૉકડાઉન 3.0ની અવધિ 17 મેના રોજ પૂરી થઈ રહી છે, આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે

  • Share this:
    નવી દિલ્હીઃ લૉકડાઉન 3.0 (Lockdown 3.0)ની અવધિ 17 મેના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing)ના માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે.

    આ મીટિંગમાં ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. Harshavardhan), ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી ઉપરાંત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને ડીજીપી ઉપસ્થિત રહેશે.




    વડાપ્રધાન કાર્યાલય (PMO)ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગે જાણ કરવામાં આવી છે કે સોમવારે બપોરે 3 વાગ્યે પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી બેઠક યોજશે.

    આ પણ વાંચો, લૉકડાઉન લંબાયું તો સમગ્ર જિલ્લામાં કામકાજ પર નહીં લાગે પ્રતિબંધ! સરકારનો આ છે પ્લાન

    આ અગાઉ, પીએમ મોદીએ 28 એપ્રિલે કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશમાં લાગુ લૉકડાઉનની વચ્ચે ચોથી વાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. લૉકડાઉન 2.0ની અવધિ 3 મેના રોજ સમાપ્ત થતાં પહેલા જ વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.

    કોરોના સામેના જંગમાં શું લૉકડાઉનને ફરી એકવાર લંબાવવામાં આવશે, તે હાલ ચર્ચાનો વિષય છે. 17 મે બાદ દેશ કોરોનાથી  કેવી રીતે લડશે, સોમવારે મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગમાં તેની પર માર્ગ નક્કી કરી શકે છે.

    આ પણ વાંચો, કોરોનાના કારણે BCCIને નુકસાન, હવે ટેસ્ટ અને ટી20 માટે મેદાન પર ઉતારશે બે ટીમ ઈન્ડિયા!
    Published by:News18 Gujarati
    First published:May 10, 2020, 15:04 IST

    ટૉપ ન્યૂઝ