Home /News /national-international /

પરીક્ષાના ડરને ભગાવવા પીએમ દેશભરના વિદ્યાર્થીઓને સમજાવશે 'મોદીમંત્ર'

પરીક્ષાના ડરને ભગાવવા પીએમ દેશભરના વિદ્યાર્થીઓને સમજાવશે 'મોદીમંત્ર'

સ્ટુડન્ટ્સ વચ્ચે મોદી (ફાઈલ)

નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 16ના રોજ દેશભરમાં 'ટાઉન હોલ" મિટિંગનું વિદ્યાર્થીઓ સાથે આયોજન કરશે.

    તણાવમુક્ત પરીક્ષાની વિભાવનાને સમજાવવા અને શિક્ષણ પ્રત્યેના સર્વગ્રાહી અભિગમથી પરિચિત કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 16ના રોજ દેશભરમાં 'ટાઉન હોલ" મિટિંગનું વિદ્યાર્થીઓ સાથે આયોજન કરશે.

    નવી દિલ્હીમાં આ કાર્યક્રમનું આયોજન તાલકટોરા સ્ટેડિયમ અથવા ઇન્દિરા ગાંધી એરેના થાય તેવી શક્યતા છે, જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી શકે. આ તબક્કે વડાપ્રધાન વિદ્યાર્થીઓ પાસેથી સોશ્યિલ મીડિયા અને વિડિઓ કોન્ફરન્સીન્ગથી સવાલોના જવાબ પણ આપશે.

    આ સમગ્ર કાર્યક્રમ પાછળનો હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષા માટે 'તણાવ રહિત" અભિગમ ઉભો કરવાનો છે. આ વિષય વડાપ્રધાનના હૃદયની નજદીક છે. કદાચ, આ માટે જ તેમને આ વિષયને સ્પર્શતું પુસ્તક "એકઝામ વોરિયર્સ" લખ્યું છે. વડાપ્રધાનનું આ પાંચમું અને આ વિષય ઉપરનું પ્રથમ પુસ્તક છે, જે શનિવારના રોજ વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ અને માનવ સંસાધન વિકાસમંત્રી શ્રી પ્રકાશ જાવડેકરના હસ્તે લોકાર્પિત થશે.

    "ટાઉન હોલ' મિટિંગની આયોજન સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમથી વિદ્યાર્થી સમુદાય અને યુવાનો તેમની નજદીક આવશે, એક સરસ સંવાદસેતુ રચાસેહ અને ભારરહિત-તણાવ રહિત શિક્ષણ અંગેના સર્વગ્રાહી અભિગમ ઉપર ચર્ચા થશે"

    આ પૂર્વે વડાપ્રધાને પરીક્ષાને જીવન અને મૃત્યનો ખેલ નહિ સમજવા આગ્રહપૂર્વક જણાવ્યું હતું રાષ્ટ્રીય સર્વેક્ષણ અનુસાર ભારતમાં પ્રતિ કલાકે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. 2012ના બ્રિટનના લાન્સન્ટ સામાયિકના અહેવાલ મુજબ, 15 થી 29 વર્ષના યુવાનોમાં આત્મહત્યાનો દર ભારતમાં વૈશ્વિક દૃષ્ટિએ સહુથી વધુ છે

    2017માં આ મામલે ગત વર્ષે વડાપ્રધાને "મન કી બાત" અંતર્ગત પ્રથમ વખત પરીક્ષાને પણ ઉત્સવની જેમ ગણી તેને ઉજવવા અનુરોધ કર્યો હતો. તેમને અપીલ કરી હતી કે, 'ખુશહાલ મન સારા ગુણપત્રકની ગરજ સારે છે". તેમણે "મિસાઈલ મેન" અબ્દુલ કલામનું ઉદાહરણ ટાંકી કહ્યું હતું કે, "એર ફોર્સના પાયલોટ બનાવામાં અસફળ નીવડેલા કલામને તેજસ્વી વિજ્ઞાની બનાવથી કોઈ રોકી નથી શક્યું"

    "એકઝામ વૉરિયર્સ" પુસ્તકમાં તેમના રેડિયો પ્રવચનોને મણકાની જેમ પરોવવામાં આવ્યા છે. આ પુસ્તકમાં તેમના જીવન અને અનુભવોનો નિચોડ પણ છે. તણાવથી દૂર થવા વડાપ્રધાને વિદ્યાર્થીઓને રચનાત્મક અને શારીરિક પ્રવૃતિઓમાં જોડવા પણ અપીલ કરી છે. આ પુસ્તકના માધ્યમથી તેઓ વિદ્યાર્થીઓના માતા-પિતા અને શિક્ષકો સાથે પણ જોડાવા માંગે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Students, પીએમ મોદી

    આગામી સમાચાર