દેશમાં કોરોના વિસ્ફોટ, તમામ રાજ્યોના ગવર્નર સાથે આજે બેઠક કરશે PM મોદી

દેશમાં કોરોના વિસ્ફોટ, તમામ રાજ્યોના ગવર્નર સાથે આજે બેઠક કરશે PM મોદી
તમામ રાજ્યોના ગવર્નરની સાથે વડાપ્રધાનની આ બેઠકને ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે કારણ કે હવે મહારાષ્ટ્ર બાદ અનેક અન્ય રાજ્યોમાં પણ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે

તમામ રાજ્યોના ગવર્નરની સાથે વડાપ્રધાનની આ બેઠકને ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે કારણ કે હવે મહારાષ્ટ્ર બાદ અનેક અન્ય રાજ્યોમાં પણ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે

  • Share this:
    નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Covid-19 Second Wave)ની ચિંતાનજક સ્પીડની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બુધવારે તમામ રાજ્યોના રાજ્યપાલો (Governor) સાથે બેઠક કરશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu) પણ આ બેઠકમાં સામેલ થશે. તમામ રાજ્યોના ગવર્નરની સાથે વડાપ્રધાનની આ બેઠકને ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે કારણ કે હવે મહારાષ્ટ્ર બાદ અનેક અન્ય રાજ્યોમાં પણ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. લગભગ તમામ મોટા રાજ્યોમાં આ વખતે કોરોનાના કેસ પહેલા આઉટબ્રેકના પીક લેવલને પાર કરી ચૂક્યા છે.

    આ પહેલા 8 એપ્રિલે વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે પણ બેઠક કરી હતી. ત્યારે વડાપ્રધાને તમામ રાજ્યોના ગવર્નરને પણ કોરોનાની વિરુદ્ધ અભિયાનમાં સામેલ કરવાની વાત કહી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે મુખ્યમંત્રીઓ પર કોરોનાના વધતા કેસોનું દબાણ છે. તેથી રાજ્યપાલોને પણ કોરોનાની વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં સામેલ થવું જોઈએ.



    આ પણ વાંચો, સતત તાકાતવાન થઈ રહ્યો છે કોરોના, RT-PCR ટેસ્ટ પણ થઈ રહ્યા છે Fail- રિપોર્ટ

    અનેક રાજ્યોમાં કોરોના કેસોમાં રેકોર્ડ ઉછાળો

    આ દરમિયાન, મંગળવારે દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસોમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં પાંચથી વધુ રાજ્ય એવા છે જ્યાં મંગળવારે એક દિવસમાં રેકોર્ડ સંખ્યામાં કેસમાં વધારો થયો છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશનું નામ સામેલ છે. ઉત્તર પ્રદેશમાં રેકોર્ડ 18 હજાર કેસ સામે આવ્યા છે. લખનઉમાં સૌથી વધુ 5382 કેસ સામે આવ્યા.

    આ પણ વાંચો, Sputnik-V: કઈ રીતે કામ કરે છે આ રશિયન વેક્સીન? જાણો સ્વદેશી રસીથી કેટલી અલગ છે

    મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધોની ઘોષણા

    બીજી તરફ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં આજ રાતથી 15 દિવસનું બ્રેક ધ ચેન કેમ્પેન શરૂ થઈ રહ્યું છે. કોરોના બેકાબૂ થતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાજ્યના લોકોને સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ રોગચાળાને હરાવવા બુધવારે રાતથી 'બ્રેક ધ ચેન' અભિયાનની જાહેરાત કરી છે. જે અંતર્ગત રાજ્યમાં 15 દિવસનો કડક કર્ફ્યુ રહેશે. આ દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને અપીલ કરી હતી અને જરૂરી કામ થાય ત્યારે જ ઘર છોડી દેવાનું કહ્યું હતું. 14 એપ્રિલથી કલમ 144 રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે.

    ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક સૌથી વધુ છે. રાજ્ય પર ઘણું દબાણ આવ્યું છે. આજે આપણી પર ચારે બાજુથી દબાણ છે, ઓક્સિજનનો અભાવ છે. ક્યાં સુધી અમે ફક્ત ચર્ચા કરતા રહીશું. જો આ સમય આપણા હાથમાંથી નીકળી જશે, તો તે સમસ્યા હશે. તેમણે કહ્યું કે, આપણે રસીકરણમાં ઘણો વધારો કરવો પડશે. કદાચ અમે તેને સમાપ્ત કરી શકતા નથી પરંતુ અમે કોરોના લહેરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. હજી સુધી, આપણે જાણતા નથી કે, આપણે આ લહેરની ટોચ પર પહોંચ્યા છે કે નહીં. ખબર નહીં કે તે ક્યાં પહોંચશે.
    Published by:Mrunal Bhojak
    First published:April 14, 2021, 07:03 am

    ટૉપ ન્યૂઝ