PM મોદી ટ્રેન 18માં બેસી દિલ્હીથી બનારસ જશે, રસ્તામાં સભાઓ સંબોધશે

ટ્રેન 18ને વંદે ભારત એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. આ ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. આ ટ્રેનને ચેન્નાઇના રેલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે.

News18 Gujarati
Updated: February 6, 2019, 8:39 AM IST
PM મોદી ટ્રેન 18માં બેસી દિલ્હીથી બનારસ જશે, રસ્તામાં સભાઓ સંબોધશે
પીએમ મોદી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: February 6, 2019, 8:39 AM IST
ચંદન કુમાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેન 18 એટલે કે વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન બાદ દિલ્હીથી બનારસ સુધી આ ટ્રેનમાં મુસાફરી કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી આઠ કલાક ટ્રેનના એક્ઝિક્યુટિવ ચેર કારમાં સફર કરશે. આ ટ્રેનમાં મોદીની સાથે રેલવેના અમુક અધિકારીઓ પણ હશે.

આ ટ્રેન દિલ્હીથી ઉપડ્યા બાદ સૌપ્રથમ કાનપુરમાં રોકાશે, અહીં મોદી જનસભાને સંબોધન કરશે. અહીંથી આ ટ્રેન 40 મિનિટ પછી ચાલશે અને મોદી કાનપુરમાંથી ફરી આ ટ્રેનમાં સવાર થશે. બાદમાં આ ટ્રેન અલાહાબાદમાં 40 મિનિટ સુધી રોકાશે. અહીં પણ મોદી એક જનસભાનો સંબોધન કરશે. જે બાદમાં આ ટ્રેન બનારસ માટે રવાના થઈ જશે. અહીં પણ મોદી એક જનસભાને સંબોધન કરશે.

આ પણ વાંચો : રેલવેએ 22 ટ્રેનના રૂટ લંબાવ્યા, જાણો ગુજરાતની કઈ ટ્રેનના રૂટ લંબાયા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમના કાર્યક્રમ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ટ્રેન 18ને વંદે ભારત એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. આ ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. આ ટ્રેનને ચેન્નાઇના રેલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે. આ ટ્રેનમાં શતાબ્દી ટ્રેન જેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ટ્રેન 18


આ ટ્રેનનું ઉદ્ઘાટન બહુ ઝડપથી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંસદનું વર્તમાન સત્ર સમાપ્ત થયા બાદ આ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એવી પણ શક્યતા છે કે પીએમઓ તરફથી આ પહેલા જ સમય ફાળવી દેવામાં આવશે તો ટ્રેનનું ઉદ્ઘાટન વહેલું કરવામાં આવશે. આ વાતને ધ્યાનમાં રાખીને રેલવે પોતાની તૈયારી કરી રહ્યું છે.
First published: February 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...