Home /News /national-international /Man Vs Wild ટીવી શોમાં જોવા મળશે PM મોદી, જંગલના ખતરાનો સામનો કરશે

Man Vs Wild ટીવી શોમાં જોવા મળશે PM મોદી, જંગલના ખતરાનો સામનો કરશે

ઉલ્લેખનીય છે કે છેલ્લે બેયર ગ્રિલ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે એપિસોડ કર્યો હતો તે દુનિયાના 180 દેશોથી વધુમાં જોવામાં આવ્યો હતો. અને આ શો સાથે પીએમએ પશુ સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તન સાથે જોડાયેલી વાત દુનિયા સામે રાખી લોકોનું આ મુદ્દે ધ્યાન ખેંચ્યુ હતું. પીએમ મોદી અને ગ્રિલ્સનો એપિસોડ ઉત્તરાખંડના જિમ કૉર્બેટ જંગલોમાં શૂટ કરવામાં આવ્યો હતો.

ટ્વિટર પર બેયર ગ્રિલ્સે લખ્યું કે, 180 દેશોના લોકોને પીએમ નરેન્દ્ર મોદીનો બીજો પક્ષ જોવા મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ જાણીતા ટીવી શો 'Man Vs Wild'માં જોવા મળશે. આ ટીવી શો ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. શોમાં પીએમ મોદીની સાથે ચર્ચિત હોસ્ટ બેયર ગ્રેલ્સ પણ ઉપસ્થિત રહેશે. બેયર ગ્રિલ્સે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, 12 ઓગસ્ટ રાત્રે 9 વાગ્યે ડિસ્કવરી ચેનલ પર એક શો પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં પીએમ મોદી પશુ સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તનને લઈને જાગૃતતા પર વાત કરશે. આ શો એક સાથે 180 દેશોમાં દર્શાવવામાં આવશે.

ટ્વિટર પર બેયર ગ્રિલ્સે લખ્યું કે, 180 દેશોના લોકોને પીએમ નરેન્દ્ર મોદીનો બીજો પક્ષ જોવા મળશે. તેઓએ પશુ સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તન વિશે જાગૃતતા ફેલાવવા માટે ભારતીય જંગલોમાં જઈને જોખમભર્યા કામ કર્યા છે.

આ પણ વાંચો, ભારત વાઘ માટે સૌથી સુરક્ષિત, ત્રણ હજાર સુધી પહોંચી સંખ્યા : PM મોદી



આ વીડિયોમાં પીએમ મોદી અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. શોના હોસ્ટની સાથે તેઓ હસતા ચર્ચા કરતાં જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન ગ્રિલ્સની સાથે નાની બોટમાં નદી પાર કરતાં, જંગલમાંથી પાસાર થતાં જોવા મળી રહ્યા છે.




વીડિયોમાં વડાપ્રધાન બિલકુલ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેઓ હસતા અને ચર્ચા કરતાં જોવા મળી રહ્યા છે. પીએમ શોના મિજાજ મુજબ સ્પોર્ટ્સ ડ્રેસઅપમાં છે અને ગ્રેલ્સની સાથે નાની બોટમાં નદી પાર કરતાં, જંગલને પાર કરતાં જોવા મળી રહ્યા છે. શિકાર અને અન્ય કામો માટે ગ્રેલ્સ પોતાના શોમાં જંગલમાં જ ઉપલબ્ધ વસ્તુઓથી ઉપકરણ બનાવે છે અને તેની પણ નાની ઝલક પ્રમોશનલ વીડિયોમાં જોવા મળી છે.

આ પણ વાંચો, નશામાં ધૂત યુવકે દાંતોથી સાપના કર્યા ટુકડા, હાલત ગંભીર
First published:

Tags: Bear Grylls, Conservation, MAN VS WILD, Wild Life, નરેન્દ્ર મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો