PM મોદી બે દિવસના સાઉદી અરેબિયાના પ્રવાસે, પ્રિન્સ સલમાનને મળશે

ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદી સાઉદી અરબના શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝ અને યુવરાજ મોહમ્મદ બિન સલમાનની સાથે મંગળવારે દ્વિપક્ષીય વાતચીત કરશે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ સાઉદી અરબના (Saudi Arab) બહુ ચર્ચિત વાર્ષીય નાણાંકિય સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે રાત્રે રવાના થયા છે. આ સમ્મેલનમાં પીએમ મોદી, પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાન (Pakistani PM Imran Khan)અને અન્ય દેશોના નેતાઓ ભાગ લેશે. મંગળવારે શરૂ થનારા ત્રીજા સમ્મેલન ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવ ફોરમનો ઉદેશ્ય ખાડી દેશોને ઓઇલ આધારિત અર્થવ્યવસ્થાને વિવિધ રૂપ આપવામાં મદદ માટે રોકાણકારોને આર્ષિત કરવો છે.

  વડાપ્રધાન મોદી બે દિવસની યાત્રાએ રવાના થયા છે. આ સમ્મેલનમાં ભારત માટે આગળ શું આ વિષય ઉપર એક સત્રને સંબોધિત કરશે. આ મંચમાં મરુભૂમિમાં દાવોસ કહેવામાં આવે છે. મંચમાં સંબોધિત કરવા વાળા સાઉદી અરબના શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝ અને યુવરાજ મોહમ્મદ બિન સલમાનની સાથે મંગળવારે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને પક્ષો તેલ અને ગેસ, નવીન અને નવીકરણ ઉર્જા તથા નાગરિક વિમાનન ક્ષેત્રોમા કરારો ઉપર હસ્તાક્ષર કરી શકે છે.

  આ ફોરમમાં વૈશ્વિક નિવેશની વાત થશે
  ત્રણ દિવસીય ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવ ફોરમમાં સરકાર, ઉદ્યોગપતિ અને વિત્તય પોષક ભાગ લેશે. બેઠકમાં વૈશ્વિક વ્યાપાર અને તેની પ્રવૃત્તિ ઉપર ચર્ચાના સાથે આવનારા દશકોમાં વૈશ્વિક નિવેશ પરિદશ્યને લઇને અવસર અને પડકાર ઉપર વાચતીત થશે.

  આ બેઠકમાં અમેરિકી નાણામંત્રી સ્ટીવન ન્યૂચિન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર તથા જમાઇ જેરેડ કુશનેર પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પણ સતત બીજી વખત ભાગ લેશે.
  Published by:ankit patel
  First published: