Home /News /national-international /PM Modi Rozgar Mela: મોટી ખુશખબર: દેશના યુવાનોને પીએમ મોદી આજે આપશે સરકારી નોકરીના જોઈનિંગ લેટર
PM Modi Rozgar Mela: મોટી ખુશખબર: દેશના યુવાનોને પીએમ મોદી આજે આપશે સરકારી નોકરીના જોઈનિંગ લેટર
પીએમ મોદી- ફાઈલ તસવીર
પીએમઓએ કહ્યું કે, રોજગાર સૃજનને મહત્વ આપવા માટે પ્રધાનમંત્રી મોદી કટિબદ્ધ છે અને આ દિશામાં જ રોજગાર મેળાનું આયોજન થયું છે. આ કાર્યક્રમ આજે એટલે કે, શુક્રવારે સવારે 10.30 કલાકે નિર્ધારિત છે.
નવી દિલ્હી: દેશના હજાર યુવાનોને સપનાની પાંખ લાગવાની છે, કેમ કે રોજગાર મેળામાં આજે તેમને ઓફર લેટર મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાખ કર્મિઓ માટેના ભરતી અભિયાન રોજગાર મેળા અંતર્ગત શુક્રવારે લગભગ 71,000 યુવાનોને નિયુક્તિ પત્ર સોંપશે. પીએમઓ એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. આ અવસર પર પ્રધાનમંત્રી મોદી યુવાનોને વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા સંબોધન પણ કરશે.
પીએમઓએ કહ્યું કે, રોજગાર સૃજનને મહત્વ આપવા માટે પ્રધાનમંત્રી મોદી કટિબદ્ધ છે અને આ દિશામાં જ રોજગાર મેળાનું આયોજન થયું છે. આ કાર્યક્રમ આજે એટલે કે, શુક્રવારે સવારે 10.30 કલાકે નિર્ધારિત છે. પીએમઓએ કહ્યું કે, રોજગાર મેળાનું સર્જન ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે સાર્થક અવસર આપશે.
પીએમઓએ કહ્યું કે, દેશભરમાંથી પસંદગી પામેલ ભારત સરકાર અંતર્ગત જૂનિયર એન્જીનિયર, લોકો પાયલટ, ટેકનિશિયન, નિરીક્ષક, ઉપ નિરીક્ષક, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જૂનિયર અકાઉન્ટેંટ, ગ્રામિણ ડાક સેવક, આયકર નિરીક્ષક, શિક્ષક,નર્સ, ડોક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી, પીએ, એટીએએસ જેવા વિવિધ પદો પર તૈનાતી થશે.
આ કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત કર્મી કર્મયોગી પ્રારંભ મોડ્યૂલ વિશે પોતાના અનુભવ શેર કરશે. કર્મયોગી પ્રારંભ મોડ્યૂલ વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવનિયુક્ત કર્મીઓ માટે ઓનલાઈન આરંભિક પાઠ્યક્રમ છે. તેમાં સરકારી સેવકો માટે આચાર સંહિતા, કાર્યસ્થળ પર નૈતિકતા, સત્યનિષ્ઠા અને માનવ સંસાધન નીતિઓ સામેલ છે. પ્રધાનમંત્રી મોદીએ પાછલા વર્ષે ઓક્ટોબર મહિનામાં રોજગાર મેળાની શરુઆત કરી હતી. તેમણે એક સમારંભમાં 75,000 નિયુક્તિ પત્ર સોંપ્યા હતા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર