PM મોદીએ દિવાળી પર દેશવાસીઓને આપી શુભકામનાઓ, નૌશેરામાં જવાનો સાથે ઉજવી રહ્યા છે તહેવાર
PM મોદીએ દિવાળી પર દેશવાસીઓને આપી શુભકામનાઓ, નૌશેરામાં જવાનો સાથે ઉજવી રહ્યા છે તહેવાર
પીએમ મોદી 2019માં રાજૌરીમાં એલઓસી પર તૈનાત સૈનિકોને મળવા પહોંચ્યા હતા.
એવું કહેવાય છે કે વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરમાં પૂંછ પ્રદેશનો પ્રવાસ કરે તેવી શક્યતા છે કેમકે અહીં સેનાના કેટલાય જવાનોએ શહાદત વહોરી છે. આ ઉપરાંત એક સંભાવના એ પણ છે કે તેઓ લદ્દાખ સેક્ટરનો પ્રવાસ પણ કરી શકે છે, કેમકે અહીં ભારતીય સેના ચીનને મળતી સરહદ પર પાછલા 18 મહિનાથી તૈનાત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના પર્વની દેશવાસીઓને શુભેચ્છાઓ આપી છે. પીએમ મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસે છે. અહીં તેઓ જવાનો સાથે દિવાળી ઉજવવીપહોંચ્યા છે. 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે, તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનો ઉત્સવ મનાવે છે. આ વખતે તેઓ દિવાળીની ઉજવણી રાજૌરીના નૌશેરા સેક્ટરમાં કરી છે.
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી હતી કે, ‘દિવાળીના પાવન અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. મારી કામના છે કે આ પ્રકાશ પર્વ તમારા સૌના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે.’
પૂંછ પણ જઈ શકે છે પીએમ મોદી
એવું કહેવાય છે કે, વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરમાં પૂંછ પ્રદેશનો પ્રવાસ કરે તેવી શક્યતા છે કેમકે અહીં સેનાના કેટલાય જવાનોએ શહાદત વહોરી છે. આ ઉપરાંત એક સંભાવના એ પણ છે કે તેઓ લદ્દાખ સેક્ટરનો પ્રવાસ પણ કરી શકે છે, કેમકે અહીં ભારતીય સેના ચીનને મળતી સરહદ પર પાછલા 18 મહિનાથી તૈનાત છે. જોકે હવે એ નક્કી થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના રાજૌરી સ્થિત નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળીનો ઉત્સવ મનાવશે.