Home /News /national-international /મન કી બાત: આપણો દેશ લોકતંત્રની જનેતા; જોઈ લો પીએમ મોદીના આજના પ્રોગ્રામની સૌથી મહત્વની વાતો

મન કી બાત: આપણો દેશ લોકતંત્રની જનેતા; જોઈ લો પીએમ મોદીના આજના પ્રોગ્રામની સૌથી મહત્વની વાતો

મન કી બાત

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે અને આપણે ભારતીયોને તે વાતનો ગર્વ પણ છે કે આપણો દેશ મદર ઓફ ડેમોક્રેસી પણ છે. લોકતંત્ર આપણી રગોમાં છે. આપણી સંસ્કૃતિમાં છે. પીએમ મોદીએ કહ્યું કે, સદીઓથી તે આપણા કામનું અભિન્ન અંગ રહ્યું છે. સ્વભાવથી આપણે એક ડેમોક્રેટિક સોસાયટી છીએ.

વધુ જુઓ ...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે વર્ષ 2023ની પ્રથમ મન કી બાત પ્રોગ્રામને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મની બાતનો 97મો એપિસોડ આજે સવારે 11 વાગ્યે પ્રસારિત થયો હતો. આ અગાઉ 25 ડિસેમ્બરે પીએમ મોદીના મન કી બાતનો 96મો એપિસોડ દેશના લોકોએ સાંભળ્યો હતો. વર્ષ 2022માં અંતિમ મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, 2022માં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે અને આપણે ભારતીયોને તે વાતનો ગર્વ પણ છે કે આપણો દેશ મદર ઓફ ડેમોક્રેસી પણ છે. લોકતંત્ર આપણી રગોમાં છે. આપણી સંસ્કૃતિમાં છે. પીએમ મોદીએ કહ્યું કે, સદીઓથી તે આપણા કામનું અભિન્ન અંગ રહ્યું છે. સ્વભાવથી આપણે એક ડેમોક્રેટિક સોસાયટી છીએ.



પીએમ મોદીએ કહ્યું કે, વધુ એક રસપ્રદ વાત એ છે કે, હું આપને કહેવા માગું છું કે, ભારતમાં છેલ્લા 11 વર્ષોમાં પહેલી વાર ડોમેસ્ટિક પેંટેંટ ફાઈલિંગની સંખ્યા ફોરેન ફાઈલિંગથી વધારે જોવા મળી છે. આ ભારતમાં વધતા વૈજ્ઞાનિક સામર્થ્યને બતાવે છે. તેમણે કહ્યું કે, સાથીઓ, આજે પેટેંટ ફાઈલિંગમાં ભારતનું રેન્કીંગ 7મું અને ટ્રેડમાર્ક્સમાં 5મું છે. ફક્ત પેટેંટ્સની વાત કરીએ તો, છેલ્લા પાંચ વર્ષમાં તેમાં 50 ટકાનો વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મને પુરો વિશ્વાસ છે કે, એક્સેસિબલ ઈંડિયા આપણા વિઝનને સાકાર કરવામાં આ પ્રકારના અભિયાન ખૂબ જ કારગાર સાબિત થશે.

પીએમ મોદીએ કહ્યું કે, સાથીઓ, આજે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે જી 20 સમિટ ચાલી રહ્યા છે અને મને ખુશી છે કે, દેશના દરેક ખૂણામાં જી 20 સમિટ થઈ રહ્યા છે. મિલેટ્સથી બનેલા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વ્યંજન તેમાં સામેલ હોય છે. તેમણે કહ્યું કે, આપ કલ્પના કરી શકો છો કે, દેશનો આ પ્રયાસ અને દુનિયામાં વધતી મિલેટ્સની ડિમાન્ડ આપણા નાના ખેડૂતોને કેટલીય તાકાત આપશે.

પીએમ મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમમાં પહેલા પણ વેસ્ટ ટૂ વેલ્થ એટલે કે, કચરાથી કંચન વિશે વાતો થઈ છે. પણ આવો, આજે આ જ ક્રમમાં ઈ વેસ્ટની ચર્ચા કરીએ. તેમણે કહ્યું કે, આજના લેટેસ્ટ ડિવાઈસિઝ ભવિષ્યના ઈ વેસ્ટ પણ હોય છે. જ્યારે પણ કોઈ નવા ડિવાઈઝસ ખરીદે છે અથવા તો જૂના ડિઝાઈસ બદલે છે, તે એ ધ્યાન રાખવું જરુરી છે કે, તેને યોગ્ય રીતે ડિસ્કાર્ડ કર્યા છે કે નહીં.

પીએમ મોદીએ આગળ કહ્યું કે, મારા પ્યારા દેશવાસીઓ, આજે સમગ્ર દુનિયામાં ક્લાઈમેટ ચેંજ અને બાયોડાયવર્સિટીના સંરક્ષણની ખૂબ ચર્ચા થાય છે. આ દિશામાં ભારતના ઠોસ પ્રયાસો વિશે અમે સતત વાત કરતા રહ્યા છે.

પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી અમુક તસ્વીરો આવી છે, જેણે સમગ્ર દેશનું મન મોહી લીધું છે. સોશિયલ મીડિયા પર આખી દુનિયાના લોકો આ તસ્વીરને પસંદ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝર્સે તો લખ્યું છે કે, સ્વર્ગ આનાથી વધારે સુંદર બીજુ શું હોય? આ વાત એકદમ સાચી છે.તેથી જ તો કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવાય છે.
First published:

Tags: Mann ki baat, PM Modi Live

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો