PM મોદીએ કહ્યું - ભારત ઘણા દેશો કરતા શાનદાર સ્થિતિમાં, વધી રહ્યો છે રિકવરી રેટ

News18 Gujarati
Updated: June 27, 2020, 8:22 PM IST
PM મોદીએ કહ્યું - ભારત ઘણા દેશો કરતા શાનદાર સ્થિતિમાં, વધી રહ્યો છે રિકવરી રેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડૉ.જોસેફ માર થોમા મેટ્રોપોલિટનની 90મી જયંતી સમારોહમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડૉ.જોસેફ માર થોમા મેટ્રોપોલિટનની 90મી જયંતી સમારોહમાં ભાગ લીધો

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડૉ.જોસેફ માર થોમા મેટ્રોપોલિટનની 90મી જયંતી સમારોહમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાનું સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં પીએમ મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ, સરકાર તરફથી આપવામાં આવી રહેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિ ઘણા દેશોથી શાનદાર છે.

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં કેટલાક લોકોએ ભવિષ્યવાણી કરી હતી કે ભારતમાં વાયરસનો પ્રભાવ ઘણો ગંભીર હશે. લૉકડાઉનના કારણે સરકાર દ્વારા ઘણી પહેલ કરવામાં આવી અને લોકો દ્વારા સંચાલિત આ લડાઇમાં ભારત ઘણા અન્ય દેશોની સરખામણીમાં શાનદાર છે. ભારતનો રિકવરી રેટ વધી રહ્યો છે.

આ પણ વાંચો - પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોરોના, વસંતવગડામાં હોમ ક્વૉરન્ટાઇન થયા

પીએમે કહ્યું હતું કે ડૉ.જોસેફ માર થોમાએ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તે ગરીબી હટાવવા અને મહિલા સશક્તિકરણ માટે વિશેષ રૂપથી ભાવુક રહ્યા છે. પ્રધાનમંત્રીએ દેશ માટે કરેલા યોગદાન બદલ માર થોમા ચર્ચની પ્રશંસા કરતા કહ્યુ કે તેમણે દેશમાં સ્વાસ્થ્ય સેવા અને શિક્ષાના ક્ષેત્રમાં લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવાનું કામ કર્યુ છે. ભારત હંમેશા કઈ સ્ત્રોતોથી આધ્યાત્મિક પ્રભાવો માટે ખુલ્લો રહ્યો છે. માર થોમા ચર્ચ સેન્ટ થૉમસના મહાન આદર્શો સાથે નજીકથી જોડાયેલા છે. માર થોમા ચર્ચએ જીવનમાં આપણા સાથી ભારતીયોના જીવનમાં એક સકારાત્મક અંતર લાવવા માટે કામ કર્યુ છે. તેમણે સ્વાસ્થ્ય સેવા અને શિક્ષા જેવા ક્ષેત્રોમાં પણ કર્યુ છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભૂમિકા નિભાવી હતી. ચર્ચ રાષ્ટ્રીય એકીકરણની દિશામાં કામ કરવામાં સૌથી આગળ હતુ.

પ્રધાનમંત્રીએ ઈમરજન્સીની વિરુદ્ધ ચર્ચના પ્રતિરોધની પણ યાદ અપાવી છે. આ ચર્ચે ઈમરજન્સીની લડાઈ લડી હતી. તે ખુબ ગર્વની વાત છે કે માર થોમા ચર્ચ દઢતાથી ભારતીય મૂલ્યોમાં નિહિત છે. ચર્ચના યોગદાનને રાષ્ટ્રીય સ્તર ઉપર પણ માન્યતા મળી છે. માર થોમા ચર્ચના ફિલિપ મારસ ક્રિસસ્ટ્રૉમને 2018માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ઘણા લોકો માટે પ્રેરણા સમાન છે.
First published: June 27, 2020, 8:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading