BRICSમાં PM મોદીએ પાક પર સાધ્યું નિશાન, કહ્યું, આતંકને મદદ કરનાર દેશોને પણ દોષી ગણવામાં આવે

bricsમાં મોદી

પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આઈએેમએફ તથા ડબ્લ્યૂટીઓ જેવું સંગઠનનોમાં સુધારની આવશ્યક્તા છે.

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બ્રિક્સ (BRICS) દેશોના શિખર સમ્મેલનને સંબોધિત કર્યું હતું. આ સમ્મેલનમાં વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારત, કોવિડન-19 મહામારી બાદની વૈશ્વિક સ્થિતિ સહિત આકંવાદ અને સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની આવશ્યક્તા જેવી અનેક મહત્વપૂર્ણ બાબતો ઉપર ભારતનો દ્રષ્ટીકોણ રાખ્યો હતો.

  પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ આજે વિશ્વ સામે મોટી સમસ્યા છે. પીએમ મોદીએ પાકિસ્તાનનું (Pakistan) નામ લીધા વગર કહ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આતંકવાદીઓને સમર્થન અને સહાયતા આપનારા દેશોને દોષી ગણાવવામાં આવે. આ સમસ્યાનો ભેગામળીને મુકાબલો કરવામાં આવે. પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આઈએેમએફ તથા ડબ્લ્યૂટીઓ જેવું સંગઠનનોમાં સુધારની આવશ્યક્તા છે.

  પીએમ મોદીએ કહ્યું કે 2021માં બ્રિક્સના 15 વર્ષ પુરા થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે લીધેલા વિવિધ નિર્ણયોનું મુલ્યાંકન કરવા માટે આપણા શેરપા એક રિપોર્ટ બનાવી શકે છે. 2021માં પોાતની અધ્યક્ષતા દરમિયાન અમે બ્રિક્સના ત્રણ સ્તંભોમાં ઈન્ટ્રા-બ્રિક્સ સહયોગને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે.

  આ પણ વાંચોઃ-ટ્રાફિક પોલીસે ભાઈને મારી થપ્પડ, પછી બહેન બની 'રણચંડી', પોલીસકર્મીનો મોબાઈલ છીનવી તોડી નાંખ્યો

  આ સમ્મેલનમાં આતંકવાદ, વ્યાપાર, સ્વાસ્થ્ય, ઉર્જાની સાથે કોરોના મહામારીના પગલે થયેલા નુકસાનની ભરપાઈના ઉપાયો જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી શકે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો અને રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-પત્નીની શરમજનક કરતૂત! સૈનિક પતિને નણંદના અશ્લિલ ફોટો મોકલતી હતી પત્ની, કારણ છે ચોંકાવનારું

  બ્રિક્સ એક પ્રભાવી સંગઠન માનવામાં આવે છે. વિશ્વની કુલ આબાદીના અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિક્સ દેશોના સંયુક્ત રૂપથી સકળ ઘરેલુ ઉત્પાદન 16.6 ટ્રીલિયન અમેરિકી ડોલર છે.

  આ પણ વાંચોઃ-દાહોદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, બર્થડેના દિવસે જ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ

  ભરાત-ચીન તણાવ વચ્ચે થઈ રહ્યું છે બ્રિક્સ સમ્મેલન
  બ્રિક્સ દેશોના આ સમ્મેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે બે પ્રમુખ સભ્ય દેશો ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખની સીમા ઉપર છ મહિના પહેલા હિંસક અથડામણ બાદ ગતિરોધ બરકરાર છે. હવે બંને પક્ષો ઉંચાઈવાળા વિસ્તારોમાં સૈનિકોને પાછા હટાવવાના પ્રસ્તાવ ઉપર કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શીનો શંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન ડિઝિટલ માધ્યમથી સામ સામે આવ્યા હતા.  આ બેઠકમાં આગામી બ્રિક્સ શિખર સમ્મેલન માટે ભારતના અધ્યક્ષતાને સોંપવામાં આવી છે. ભારત 2021માં થનારા 13માં બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનની મેજબાની કરશે. આ પહેલા ભારતે 2012 અને 2016માં બ્રિક્સ દેશોની શિખર સમ્મેલનની અધ્યક્ષતા કરી હતી.
  Published by:ankit patel
  First published: