Home /News /national-international /PM મોદીએ જોશીમઠ સંકટ પર સીએમ ધામી સાથે ફોન પર વાત કરી, કેન્દ્ર તરફથી મદદની ખાતરી આપતા કહ્યું...

PM મોદીએ જોશીમઠ સંકટ પર સીએમ ધામી સાથે ફોન પર વાત કરી, કેન્દ્ર તરફથી મદદની ખાતરી આપતા કહ્યું...

PM મોદીએ જોશીમઠ સંકટ પર સીએમ ધામી સાથે ફોન પર વાત કરી

સીએમ ધામીએ કહ્યું, "જોશીમઠની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અમે એ પણ જોઈશું કે અન્ય પહાડી શહેરોની સહનશીલતાની મર્યાદા હાંસલ કરી છે કે કેમ." ઉત્તરાખંડના સીએમએ કહ્યું, "PM મોદીએ જોશીમઠને બચાવવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપી."

વધુ જુઓ ...
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (8 જાન્યુઆરી) ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે જોશીમઠમાં જમીન ધસી થવા અંગે વાત કરી. પીએમએ આ ઘટનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને કેન્દ્ર તરફથી રાજ્યને તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી. ઉત્તરાખંડના સીએમ ધામી (પુષ્કર સિંહ ધામી)એ કહ્યું, "જોશીમઠના સંદર્ભમાં, વડાપ્રધાને ટેલિફોન દ્વારા વાત કરી અને અસરગ્રસ્ત રહેવાસીઓની સલામતી અને પુનર્વસન માટે લેવામાં આવેલા પગલાં અને સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક અને લાંબા ગાળાની કાર્ય યોજનાની પ્રગતિ વિશે પૂછપરછ કરી. વડા પ્રધાન જોશીમઠની પરિસ્થિતિ અને પ્રદેશમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સુરક્ષા કાર્ય પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે, તેમજ જોશીમઠને બચાવવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

  પીએમઓએ બેઠક બોલાવી


  ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ વિસ્તારમાં જમીન ધસી જવાની ઘટનાઓ અને ઘણી જગ્યાએ મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓને પગલે વડાપ્રધાન કાર્યાલય (PMO) રવિવારે આ સંકટ પર ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા કેબિનેટ સચિવ, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) ના સભ્યો સાથે સમીક્ષા બેઠક કરશે.

  આ પણ વાંચોઃ જોશીમઠ મામલો PMO સુધી પહોંચ્યો, PM મોદીના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાશે હાઈલેવલ મીટિંગ

  જોશીમઠમાં ભૂસ્ખલનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે આ અંગે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. આ પછી વડાપ્રધાન કાર્યાલયમાં એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે, એવી આશા છે કે પીએમઓમાં યોજાનારી બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ સાથે આ સંકટની ગંભીરતા અને તેનાથી નિપટવાના ઉપાયો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે જોશીમઠમાં ઘરો અને રસ્તાઓ પર મોટી તિરાડો પડવાને કારણે ગભરાટનો માહોલ છે. આ બાબત ધ્યાને આવતાં તમામ પ્રકારના વિકાસના કામો વિલંબ કર્યા વિના અટકાવી દેવામાં આવ્યા છે.

  ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી જોશીમઠ પહોંચ્યા


  લોકો પોતાના દર્દને મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરવા માટે એટલા અધીરા બની રહ્યા હતા કે સુરક્ષા કર્મચારીઓને પણ તેમને સંભાળવામાં મુશ્કેલી પડી રહી હતી. સીએમ ધામીએ અસરગ્રસ્તોને કહ્યું- ઉત્તરાખંડ સરકાર દરેક મુશ્કેલીમાં તેમની સાથે છે. ધામીએ જોશીમઠમાં ડેન્જર ઝોન વિસ્તારમાં બનેલાં મકાનોને તાત્કાલિક ખાલી કરવા જણાવ્યું હતું. અહીં, ચમોલી જિલ્લા પ્રશાસને કહ્યું- જોશીમઠના 9 વોર્ડની 603 ઈમારતોમાં અત્યાર સુધીમાં તિરાડો પડી ગઈ છે. 55 પરિવારોને બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.  જૂના ગ્લેશિયર પર વસેલું છે જોશીમઠ


  ઉત્તરાખંડનું જોશીમઠ ડૂબી રહ્યું છે. અહીં 561 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. 4,677 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારમાંથી લગભગ 600 પરિવારોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. લગભગ 5 હજાર લોકો ગભરાટમાં છે. તેમને ડર છે કે તેમનું ઘર ગમે ત્યારે તૂટી શકે છે. સૌથી વધુ અસર શહેરના રવિગ્રામ, ગાંધીનગર અને સુનિલ વોર્ડમાં જોવા મળી રહી છે.

  જોશીમઠમાં જમીન સતત ધસી રહી છે. ઘરોથી લઈને રસ્તાઓ સુધી મોટી તિરાડો દેખાય છે.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોશીમઠનાં ઘરોમાં 13 વર્ષ પહેલાં તિરાડો દેખાવા લાગી હતી. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ ત્યારે એનટીપીસી પાવર પ્રોજેક્ટ અને ચાર ધામ ઓલ વેધર રોડ પર કામ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. નિષ્ણાતોનું કહેવું છે કે શહેરની નીચે બ્લાસ્ટિંગ અને ટનલિંગના કારણે પહાડો ધસી રહ્યા છે. જો તેને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો શહેર કાટમાળમાં ફેરવાઈ શકે છે. હિમાલયના ઇકો-સેન્સિટિવ ઝોનમાં સ્થિત, જોશીમઠને બદ્રીનાથ, હેમકુંડ અને ફૂલોની ઘાટી સુધીનો એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવે છે.  જોશીમઠના લોકો હવે દિવસ-રાત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અમુક લોકો તો ઘર છોડી સંબંધીઓને ત્યાં પહોંચી ગયા છે, તો અમુક ભાડાનાં મકાનોમાં. બાકીને તંત્ર બળજબરીથી રાહત કેમ્પોમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. શુક્રવારે રાતે અમુક મકાનોમાં નવી તિરાડો પડી હતી. પહેલા અલકનંદાના વહેણની ક્રોસ દિશામાં તિરાડો પડી હતી પણ નવી તિરાડો વેગથી વિપરીત દિશામાં પડી છે. સિંહદાર, સ્વીં બેલાપુર, રવિગ્રામ, ખોન, ગાંધીનગર, સુનીલ ગામ, જ્યોતિર્મઠ અને નોગ વાર્ડોના લોકો ખુલ્લા આકાશ હેઠળ તાપણું સળગાવી રાત વિતાવી રહ્યા છે. દીવાલો નમી જતાં ઈમારતોની છતોને વાંસ વડે ટેકો અપાયો છે. જમીન નીચે પાણીની સાથે પથ્થરોના ગગડવાના અવાજોએ લોકોની ઊંઘ જ છીનવી લીધી છે. જેપી કોલોનીના બેડમિન્ટન હોલનો ફ્લોર તિરાડો પડવાથી ધસી ગયો છે.​​​​​​​
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Pushkar Singh Dhami, Uttarakhand news, પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन