PM મોદીએ કોરોના વેક્સીન બનાવી રહેલી 3 સ્વદેશી કંપનીઓ સાથે કરી વાત, કર્યા આ સૂચન

PM મોદીએ કોરોના વેક્સીન બનાવી રહેલી 3 સ્વદેશી કંપનીઓ સાથે કરી વાત, કર્યા આ સૂચન
વડાપ્રધાન મોદીએ કોરોનાની વેક્સીન તૈયાર કરતી કંપનીઓ પાસેથી વેક્સીનના વિતરણ મામલે સૂચનો પણ માંગ્યા

વડાપ્રધાન મોદીએ કોરોનાની વેક્સીન તૈયાર કરતી કંપનીઓ પાસેથી વેક્સીનના વિતરણ મામલે સૂચનો પણ માંગ્યા

  • Share this:
    નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફરી એકવાર ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે કોરોના વેક્સીન (Corona Vaccine) બનાવતી ત્રણ કંપનીઓની ટીમ સાથે બેઠક કરી. વડાપ્રધાન મોદીએ આજે જે ત્રણ ટીમો સાથે કોરોના વેક્સીનને લઈ વાત કરી તેમાં પુણેની જેનોવા બાયોફાર્માસ્યૂટિકલ્સ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ હૈદરાબાદ અને બાયોલોજિકલ ઇ લિમિટેડ હૈદરાબાદનો સમાવેશ થાય છે.

    વડાપ્રધાન મોદીએ આ ખાસ મુલાકાત દરમિયાન વેક્સીન પર સારું કામ કરવા માટે તમામ ટીમોના પ્રયાસોના વખાણ કર્યા. આ મીટિંગમાં એ વાતની પણ ચર્ચા કરવામાં આવી કે કઈ ટીમ કેટલી સારી વેક્સીન તૈયાર કરી રહી છે. પીએમ મોદીએ આ દરમિયાન તમામ સભ્યોથી એ વાતને લઈ સૂચનો માંગ્યા કે વેક્સીન તૈયાર થયા બાદ તેનું વિતરણ કેવી રીતે કરી શકાય, જેનાથી દેશના દરેક નાગરિક સુધી વેક્સીન ઉપલબ્ધ કરાવી શકાય.



    આ પણ વાંચો, 1 ડિસેમ્બરથી થવાના છે આ 5 મોટા ફેરફાર, ATMથી નાણા ઉપાડવા અને ટ્રાન્સફર કરવા થશે સરળ

    પીએમ મોદીએ કહ્યું કે, તમામ ટીમોને સામાન્ય જનતા સુધી કોરોના વેક્સીન વિશે સરળ ભાષામાં જાણકારી ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેઓએ કહ્યું કે સામાન્ય જનતાને કોરોના વેક્સીનના પ્રભાવો અને તેના સાથે જોડાયેલી તમામ બાબતોની જાણકારી મળવી જોઈએ. તેની સાથે જ એવી રીતે વિચારવું જોઈએ કે વેક્સીન ઉપલબ્ધ થયા બાદ તેની સંભાળ, પરિવહન અને કોલ્ડ ચેઇનની કેવી રીતે વ્યવસ્થા કરી શકાય છે.

    આ પણ વાંચો, બેંકો અને Amazon-Flipkart વચ્ચેની સાંઠગાંઠથી દેશના વેપારીઓને કરોડોનું નુકસાન, નાણા મંત્રી સુધી પહોંચ્યો મામલો

    બેઠક દરમિયાન તમામ ટીમોએ જણાવ્યું કે તેમના તરફથી તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીનની તપાસ હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. તેઓએ જણાવ્યું કે આવતા વર્ષની શરૂઆતમાં વેક્સીનના અંતિમ ચરણની જાણકારી મળવાનું શરૂ થઈ જશે. ત્યારબાદ વેક્સીનના તૈયાર કરવાનું કામ વેગવંતુ કરી દેવામાં આવશે. વડાપ્રધાન મોદીએ તમામ ટીમોને કહ્યું કે આ કામમાં જોડાયેલા અન્ય તમામ વિભાગો સાથે જોડાઓ, જેનાથી વહેલી તકે દેશ અને દુનિયામાં વેક્સીનની જરૂરિયાતને પૂરી કરી શકાય.
    Published by:Mrunal Bhojak
    First published:November 30, 2020, 15:01 pm

    टॉप स्टोरीज