PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો, કહ્યું- તમામ ક્ષેત્રોમાં મળીને કામ કરીશું

News18 Gujarati
Updated: January 7, 2020, 9:50 AM IST
PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો, કહ્યું- તમામ ક્ષેત્રોમાં મળીને કામ કરીશું
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે વાતચીત કરી પારસ્પરિક હિતના તમામ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે તેમની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

વડાપ્રધાન કાર્યાલય તરફથી મંગળવારે આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી છે.

પીએમઓ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ નવા વર્ષમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, પરિવાર અને અમેરિકાના લોકોના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સફળતાની કામના કરી. વડાપ્રધાને કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા થોડાક સમયમાં મજબૂત થયા છે.



પીએમઓ મુજબ, વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને છેલ્લા થોડાક વર્ષોમાં વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિ વિશે પણ ચર્ચા કરી. આ ઉપરાંત ભવિષ્યમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે મળીને બંને દેશોના સંયુક્ત હિતોને આગળ વધારવા માટે કામ કરવા અંગે પર ભાર મૂક્યો.

આ પણ વાંચો, જનરલ સુલેમાનીના મોતથી ઈરાન ઉકળ્યું, ટ્રમ્પનો શિરચ્છેદ કરાનારાને 80 મિલિયન ડૉલરનું ઈનામ
First published: January 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading