મોદી છે તો તક લઈ લો, ફોઇ તો નારાજ થશે જ...પીએમ મોદીએ રાજ્યસભામાં હસાવતા-હસાવતા વિપક્ષને સંભળાવ્યું

મોદી છે તો તક લઈ લો, ફોઇ તો નારાજ થશે જ...પીએમ મોદીએ રાજ્યસભામાં હસાવતા-હસાવતા વિપક્ષને સંભળાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (Ramnath Kovind)અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષી સાંસદો પર પોતાના ખાસ અંદાજમાં પલટવાર કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયનથી લઈને કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવા પર પ્રહાર કર્યો હતો. હાલત એ રહી કે પીએમ મોદીએ રાજ્યસભામાં હસાવતા હસાવતા વિપક્ષી નેતાઓની ક્લાસ લગાવી હતી.

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદનમાં હંગામાને લઈને વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે કોરોનાના કારણે તમે લોકો ફસાયેલા રહેતા હશો, ઘરમાં પણ કિચકિચ થતી રહશે પણ પોતાનો બધો ગુસ્સો મારા ઉપર કાઢી નાખ્યો, તમારું મન પણ હળવું થયું. હું તમારા માટે કામ આવ્યો, હું તે મારું સૌભાગ્ય માનીશ. આ આનંદ તમે સતત લેતા રહો. મોદી છે તો તક લઇ લો.

  આ પણ વાંચો - ખેડૂતોને લઈને સચિન, લતા, અક્ષય કુમાર જેવા સેલિબ્રિટીના ટ્વિટની તપાસ કરાવશે ઉદ્ધવ સરકાર

  ફોઈ તો નારાજ થઈ જ જાય છે

  પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો ઉલ્લેખ કરતા કહ્યું કે મનમોહન સિંહ જી એ કૃષિ સાથે જોડાયેલ એક બજારની વકાલત કરી હતી. જોકે મજાની વાત એ છે કે આ જે લોકો ઉછળી ઉછળીને પોલિટિકલ નિવેદનબાજી કરે છે તેમની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં થોડું ઘણું તો કર્યું છે. કોઈએ પણ કાનૂનની મંશા પર સવાલ ઉઠાવ્યા નથી. ફરિયાદ એ છે કે રીત યોગ્ય ન હતી, જલ્દી કરી દીધું. આ તો રહે જ છે, તે તો પરિવારમાં લગ્ન થાય છે તો ફોઈ નારાજ થઈને કહે છે કે મને ક્યાં બોલાવી છે. આવું તો થાય જ છે. આટલો મોટો પરિવાર છે તો આવી વાતો રહે જ છે.

  ડેરેક ઓ બ્રાયન પર કટાક્ષ

  ડેરેક ઓ બ્રાયનના શબ્દોનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે મને લાગી રહ્યું હતું કે તે બંગાળની વાત બતાવી રહ્યા છે કે પછી દેશની વાત બતાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે ત્યાં જે જુએ સાંભળે ત્યાંની વાત ભૂલથી અહીં બતાવી દીધી હોય.
  Published by:Ashish Goyal
  First published: