PM મોદીએ AIIMS ખાતે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો, લોકોને કરી રસી લેવાની અપીલ

PM મોદીએ AIIMS ખાતે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો, લોકોને કરી રસી લેવાની અપીલ
AIIMS ખાતે બીજો ડોઝ લીધો.

આ પહેલા પ્રથમ માર્ચના રોજ તેમણે પ્રથમ ડોઝ લીધો હતો. તેઓએ Covaxin રસીના બંને ડોઝ લીધા છે.

  • Share this:
    નવી દિલ્હી: વડાપ્રધાન મોદી (PM Modi corona vaccine second dose)એ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. તેમણે એક મહિના પહેલા કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદમાં આજે તેઓએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. AIIMS (All India Institute Of Medical Science) ખાતે પહોંચીને તેમણે વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. આ પહેલા પ્રથમ માર્ચના રોજ તેમણે પ્રથમ ડોઝ લીધો હતો. તેઓએ Covaxin રસીના બંને ડોઝ લીધા છે.  બીજો ડોઝ લેતાની સાથે સાથે પીએમ મોદીએ લોકોને રસી લેવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે કોરોનાથી બચવાના વિવિધ ઉપાયોમાંનો એક ઉપાય કોરોના વેક્સીન છે.

    ટ્વીટ કરીને માહિતી આપી



    પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. જેમાં તેઓએ લખ્યું છે કે, "AIIMS ખાતે આજે મેં કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. વાયરસને હરાવવા માટે વિવિધ ઉપાયોમાંનો એક ઉપાય કોરોનાની રસી છે. જો તમે પણ રસી લેવા માટે પાત્રતા ધરાવો છો તો તાત્કાલિક રસી મૂકાવો. નોંધણી માટે મુલાકાત લો http://CoWin.gov.in."

    રસીકારણ અભિયાનમાં તેજી આવશે

    ઉલ્લેખનીય છે કે કોરોનાની રસીને લઈને હાલ લોકોમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. પીએમ મોદીએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ અનેક લોકોએ તેમનાથી પ્રેરણા લઈને કોરોનાની રસી મૂકાવી હતી. હાલ 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો પોતાના નામની નોંધણી કરાવીને ખાનગી અને સરકારી હૉસ્પિટલ ખાતે કોરોના રસી લઈ શકે છે.

    11 એપ્રિલથી વર્ક પ્લેસ પર લોકોને કોરોના રસી લગાવવામાં આવશે

    કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કાર્યસ્થળ પર જ રસીકરણની મંજૂરી આપવા જઈ રહી છે. જો કોઈ કાર્યસ્થળ પર 100 લાભાર્થીઓ હોય તો, કોવિડ રસીકરણ કેન્દ્ર ત્યાં જ બનાવવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 11 એપ્રિલથી આ કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ જો કોઈ ખાનગી અથવા જાહેર સંસ્થામાં 100 પાત્રતા ધરાવતા લાભાર્થીઓ હોય તો તે કાર્યસ્થળે કોવિડ રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવે.

    ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. પહેલાથી જ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, જો કાર્યસ્થળો પર આ વયના 100 લાભાર્થીઓ હોય તો ત્યાં તેમને ત્યાં જ રસીકરણની મંજૂરી આપવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 08, 2021, 07:43 am

    ટૉપ ન્યૂઝ