Home /News /national-international /

PM મોદીએ કહ્યું- અડવાણી યોગ્ય કહી રહ્યા છે રાજકીય વિરોધી 'એન્ટી નેશનલ' નથી

PM મોદીએ કહ્યું- અડવાણી યોગ્ય કહી રહ્યા છે રાજકીય વિરોધી 'એન્ટી નેશનલ' નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

થોડા દિવસ પહેલા અડવાણીએ કહ્યું હતું, નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ, સેલ્ફ લાસ્ટ

    ન્યૂઝ18ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ યોગ્ય જ કહ્યું હતું કે પાર્ટીના રાજકીય વિરોધીઓ દેશ વિરોધી ન માનવા જોઈએ. ન્યૂઝ18 નેટવર્કના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે અડવાણીએ બીજેપીના મૂળ સિદ્ધાંતને જણાવ્યો છે અને આજે પણ આ માનીએ છીએ.

    થોડા દિવસો પહેલા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ, સેલ્ફ લાસ્ટ. આ પહેલા મોદીએ ટ્વિટ કરીને પણ તેમના નિવેદનને સમગ્રપણે સમર્થન પણ આપ્યું હતું. અડવાણીએ એમ પણ કહ્યું હતું કે બીજેપીનો વિરોધ કરનારા વિપક્ષી નેતાઓને રાષ્ટ્રવિરોધી કહેવું ખોટું છે.

    આ પણ વાંચો, આર્ટિકલ 370 અને 35A જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે બાધારૂપ છે : PM મોદી

    પીએમ મોદીએ કહ્યું કે, બીજેપીના જ સિદ્ધાંતોનું અડવાણીજીએ પુનરાવર્તન કર્યું છે. હું અને બીજેપીનો દરેક કાર્યકર્તા આ જ કહે છે. રાષ્ટ્રવાદના સંદર્ભમાં પણ અમારી આ ભૂમિકા છે. વિપક્ષી પાર્ટીઓ આ મર્યાદાઓને તોડે છે. આપને યાદ છે કે કોંગ્રેસના એક નેતાએ અટલ બિહારી વાજપેયીજીને ગદ્દાર અને દેશદ્રોહી કહ્યા હતા. તેથી અડવાણીજીની વાત બિલકુલ યોગ્ય છે કે આ પ્રકારની ભાષાનો સ્વીકાર ન કરવો જોઈએ.

    આ પણ વાંચો, કોંગ્રેસની 'NYAY સ્કિમ' પર બોલ્યા PM મોદી -'આ 60 વર્ષના અન્યાયનું કબૂલાતનામું છે'

    ગાંધનીગરની સીટ અમિત શાહને આપ્યા બાદ 6 એપ્રિલે અડવાણીએ લખ્યું હતું કે, બીજેપીએ ક્યારેય પોતાના વિરોધીઓને દુશ્મન નથી સમજ્યા. આ રીતે ભારતીય રાષ્ટ્રવાદના સિદ્ધાંતમાં પણ જે લોકો રાજકીય રીતે અમારા વિરોધી હતા તેમને ક્યારેય અમે રાષ્ટ્ર-વિરોધી નથી સમજતા.

    આ પણ વાંચો, ડૂબતી નૌકા છે માયાવતી, બચવા માટે શોધી રહી છે મુસલમાનોનો સહારો : PM મોદી

    જોકે, અડવાણીના આ નિવેદનને ચૂંટણી દરમિયાન બીજેપી દ્વારા પ્રયોગ કરાતાં 'રાષ્ટ્ર વિરોધી' જેવા શબ્દોની વિરુદ્ધ માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ પણ આ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન અને આતંકવાદી ઈચ્છે છે કે તેઓ ચૂંટણી હારી જાય.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Anti-National, L K Advani, Lok sabha election 2019, નરેન્દ્ર મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन