SCO સમિટ: નામ લીધા વગર PM મોદીએ પાકિસ્તાનનો કરી ફજેતી

નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

તેમણે કહ્યું કે, આતંકવાદને પ્રાયોજિત કરનાર, તેમને મદદ કરનાર અને તેને આર્થિક મદદ પહોંચાડનારા દેશોને જવાબ આપવો જરૂરી છે.

  • Share this:
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદ મુદ્દા પર પાકિસ્તાનને માફ કરવાના મુડમાં નથી. તેમણે એસસીઓ સમિટમાં પણ પોતાના આજ એજન્ડાને ચાલુ રાખતા આતંકવાદ વિરુદ્ધ લડાઈ પર વૈશ્વિક સમ્મેલનનું આહવાહ્ન કર્યું. શુક્રવારે પાકિસ્તાન પર પરોક્ષ હુમલો કરતા તેમણે કહ્યું કે, આતંકવાદને પ્રાયોજિત કરનાર, તેમને મદદ કરનાર અને તેને આર્થિક મદદ પહોંચાડનારા દેશોને જવાબ આપવો જરૂરી છે.

    શ્રીલંકા અને માલદીવની જેમ જ પીએમ મોદીએ અહીં શંઘાઈ સહયોગ સંગઠન શિખર સમ્મેલનને સંબોધિત કરતા આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં સહયોગને મજબૂત કરવાની એસસીઓની ભાવના અને તેના વિચારોની વાત સામે રાખી. તેમણે સ્પષ્ટ કર્યું કે, બારત આંતંકવાદ મુક્ત સમાજ બનાવવાના પક્ષમાં છે.

    શ્રીલંકાનું આપ્યું ઉદાહરણ
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ગત રવિવારે શ્રીલંકાની પોતાની યાત્રા દરમ્યાન સેન્ટ એન્થની ગિરજાધર ગયો હતો, મે ત્યાં આતંકવાદનો ખરાબ ચહેરો જોયો. આ આતંકવાદે દરેક જગ્યા પર નિર્દોષ લોકોનો જીવ લીધો છે. જ્યારે પીએમ મોદી આ વાત કરી રહ્યા હતા તો પાકિસ્તાની ઈમરાન ખાન પણ ત્યાં હાજર હતા. પીએમએ ચેતવ્યા કે, આતંકવાદને પહોંચીવળવા દેશોએ પોતાના સંકુચિતતામાંથી બહાર આવી તેની વિરુદ્ધ એક થવું જ પડશે. મોદીએ કહ્યું કે, આતંકવાદને પ્રોત્સાહન આપનારા, તેમની મદદ અને આર્થિક મદદ કરનારા દેશોને જવાબ આપવો જરૂરી છે.

    પ્રધાનમંત્રીએ આતંકવાદને રોકવાની રીત પણ જણાવી
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને રોકવા માટે રીત જણાવતા કહ્યું કે, સાહિત્ય અને સંસ્કૃતિ આપણા સમાજને એક સકારાત્મક ગતિવિધિ પ્રદાન કરે છે. તે ખાસકરીને સમાજના યુવાનોમાં ચરમપંથના પ્રસારને રોકે છે.

    ઈમરાને આલાપ્યો કાશ્મીર રાગ!
    પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીના સંબોધન બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સભાને સંબોધિત કરી. ઈમરાન ખાને પોતાના ભા,ણમાં નામ લીધા વગર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને દહેશતગર્દીનો આરોપ લગાવ્યો.
    Published by:kiran mehta
    First published: