Shinzo Abe death : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે (Shinzo Abe) ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, મારા સૌથી પ્રિય મિત્ર શિન્ઝો આબેના દુઃખદ અવસાન (Shinzo Abe murder) થી હું આઘાત અને દુઃખી છું. તેઓ એક મહાન વૈશ્વિક રાજનેતા, ઉત્કૃષ્ટ નેતા અને નોંધપાત્ર વહીવટકર્તા હતા. તેણે પોતાનું જીવન જાપાન અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવવા માટે સમર્પિત કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે, શિન્ઝો આબે સાથે મારો લગાવ ઘણા વર્ષો જૂનો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન હું તેમને ઓળખતો હતો અને હું PM બન્યા પછી પણ અમારી મિત્રતા ચાલુ રહી. અર્થતંત્ર અને વૈશ્વિક બાબતો અંગેના તેમના દૃષ્ટિકોણની હંમેશા મારા પર ઊંડી છાપ પડી.
મારી તાજેતરની જાપાનની મુલાકાત દરમિયાન, મને શિન્ઝો આબેને ફરીથી મળવાની અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી. તે હંમેશની જેમ રમુજી અને બુદ્ધિશાળી હતા. મને ખબર ન હતી કે, આ અમારી છેલ્લી મુલાકાત હશે. તેમના પરિવાર અને જાપાનના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.
ભારતમાં 9મી જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક
શિન્ઝો આબેએ ભારત-જાપાન સંબંધોને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તરે લાવવામાં મોટું યોગદાન આપ્યું છે. આજે આખું ભારત આ દુઃખની ઘડીમાં જાપાન સાથે સામેલ છે અને અમે આ મુશ્કેલ પરિસ્થિતિમાં અમારા જાપાની ભાઈ-બહેનોની સાથે ઊભા છીએ.
પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પ્રત્યેના અમારા ઊંડા આદરના ચિહ્ન તરીકે, 9 જુલાઈ 2022ના રોજ દેશમાં રાષ્ટ્રીય શોકનો દિવસ મનાવવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર