Home /News /national-international /

PM મોદીએ જણાવ્યું ફ્લાઈંગ બોટનું સત્ય, તમે પણ સોશિયલ મીડિયા પર મેઘાલયની આ તસવીર જોઈ હશે

PM મોદીએ જણાવ્યું ફ્લાઈંગ બોટનું સત્ય, તમે પણ સોશિયલ મીડિયા પર મેઘાલયની આ તસવીર જોઈ હશે

PM મોદીએ જણાવ્યું ફ્લાઈંગ બોટનું સત્ય

મન કી બાતમાં પીએમ મોદીઃ મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું માત્ર સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો હતો. મેઘાલયમાં ઉડતી બોટની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ચિત્ર આપણને પહેલી નજરે જ આકર્ષે છે. મોટા ભાગના લોકોએ પણ તેને ઓનલાઈન જોયું જ હશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ (Social Media Viral Picture) થઈ રહી છે. આ તસવીરમાં એક નદીમાં બોટ આગળ વધી રહી છે જેનું પાણી હવા કરતાં પણ વધુ સાફ છે. આ તસવીરનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં (Mann ki Baat) કર્યો છે. અને કુદરતની સુંદરતાનું વર્ણન કરતાં તેમણે ચિત્રની સત્યતા પણ જણાવી.

    મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું માત્ર સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો હતો. મેઘાલયમાં ઉડતી બોટની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીર આપણને પહેલી નજરે જ આકર્ષે છે. તમારામાંથી મોટાભાગના લોકોએ તેને ઓનલાઈન જોયું જ હશે. જ્યારે આપણે હવામાં તરતી આ બોટને નજીકથી જોઈએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે, તે નદીના પાણીમાં આગળ વધી રહી છે. નદીનું પાણી એટલું સ્પષ્ટ છે કે, આપણે તેની તટ જોઈ શકીએ છીએ અને હોડી હવામાં તરતી હોય તેવું લાગી રહ્યું છે.

    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણા દેશમાં ઘણા રાજ્યો છે, એવા ઘણા વિસ્તારો છે જ્યાં લોકોએ તેમની પ્રાકૃતિક વારસાના રંગોને સાચવીને રાખ્યા છે. આજે પણ આ લોકોએ પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની જીવનશૈલીને જીવંત રાખી છે. આ આપણા બધા માટે પ્રેરણા છે. તેમણે કહ્યું કે કુદરતી સંસાધનોનું જતન કરવું આપણા સૌના હિતમાં છે, વિશ્વના હિતમાં છે.

    આ પણ વાંચો: ઈઝરાયલે વિદેશીઓના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, omicron સંકટને કારણે લીધો મહત્વનો નિર્ણય

    તાજેતરમાં જ જલ શક્તિ મંત્રાલયે (Jal Shakti Ministry) મેઘાલયમાં નદી પર તરતી બોટની સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં નદીનું પાણી એટલું સ્પષ્ટ અને પારદર્શક છે કે તળિયે લીલોતરી અને પથ્થરો સ્પષ્ટ દેખાય છે અને બોટ પાણી પર તરતી રહેવાને બદલે હવાની વચ્ચે ઉડતી જોવા મળે છે.

    આ પણ વાંચો: Mann ki Baat: પીએમ મોદીએ કહ્યુ, 'કોરોના હજી ગયો નથી, સાવધાની રાખજો'

    જલ શક્તિ મંત્રાલયના ટ્વીટ અનુસાર, હવામાં ઉડતી દેખાતી બોટની આ તસવીર મેઘાલયની ઉમંગોટ નદીમાં જોવા મળી રહી છે. મંત્રાલયે નદીઓને સ્વચ્છ રાખવા માટે રાજ્યના લોકોનો આભાર માન્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Mann ki baat, PM Modi speech, Social media

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन