Home /News /national-international /

વિપક્ષ પર PM મોદીનો પ્રહાર, કહ્યું- બધા ઝાંઝર બાંધી તૈયાર થઇ ગયા

વિપક્ષ પર PM મોદીનો પ્રહાર, કહ્યું- બધા ઝાંઝર બાંધી તૈયાર થઇ ગયા

    વડાપ્રધાન મોદીએ પીએમ બનવાની લડાઇને લઇને વિપક્ષ દળો પર પ્રહાર કર્યો છે. પશ્ચિમ બંગાળના બીરભૂમમાં એક રેલીને સંબોધિત કરતાં PM મોદીને કહ્યું કે 20-25 સીટ પર લડનારાઓ પણ વડાપ્રધાન બનવા માગે છે.

    પીએમ મોદીએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે બધા વડાપ્રધાન બનવા ઇચ્છે છે, કોઇપણ પાર્ટી જે 20 અથવા 25 સીટ પર ચૂંટણી લડી રહી છે, પીએમ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી રહી છે. બધા ઘુંઘરુ બાંધી તૈયાર થઇ ગયા. તેઓએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દીદીના દિલમાં ગુંડાઓ માટે મમતા અને સામાન્ય જનતા માટે નિર્મમતા છે. મોદીએ કહ્યું કે આ વખતે દીદીનું બચવું મુશ્કેલ જ નહીં પરંતુ શક્ય જ નથી. કારણ કે આ વખતે બંગાળની જનતા ભાજપની સાથે અને દીદી વિરોધી છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ ભાજપા નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું - BJP ઉપર આંગળી ઉઠાવી તો કાપી નાખીશું હાથ

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ 2009માં દીદીએ રાષ્ટ્રપતિ શાસનની માગ કરી હતી અને કહ્યું હતું કે સુરક્ષાદળની દેખરેખ નીચે ચૂંટણી યોજાય, લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓને મત આપ્યો પરંતુ દીદીએ બંગાળના લોકોની સાથે વિશ્વાસઘાત કર્યો.

    ..
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Election campaign, Lok sabha election 2019, Opposition, Statement, પીએમ મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन