કઠુઆ મુદ્દે મોદીએ તોડ્યું મૌન, 'કોઇને છોડવામાં નહીં આવે, દીકરીઓને મળશે ન્યાય'

દિલ્હીમાં આંબેડકર મેમોરિયલના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પાછલા બે દિવસોથી જે ઘટના ક્રમની ચર્ચા ચાલી રહી છે તે કોઇ સભ્ય સમાજનો હિસ્સો ન હોઇ શકે.

દિલ્હીમાં આંબેડકર મેમોરિયલના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પાછલા બે દિવસોથી જે ઘટના ક્રમની ચર્ચા ચાલી રહી છે તે કોઇ સભ્ય સમાજનો હિસ્સો ન હોઇ શકે.

 • Share this:
  કઠુઆ અને ઉન્ના રેપ મુદ્દે વડાપ્રધાન મોદીએ મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે એક દેશ અને સમાજની રેત શર્મસાર છીએ. બેટીઓને ન્યાય મળશે. દિલ્હીમાં આંબેડકર મેમોરિયલના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પાછલા બે દિવસોથી જે ઘટના ક્રમની ચર્ચા ચાલી રહી છે તે કોઇ સભ્ય સમાજનો હિસ્સો ન હોઇ શકે. એક દેશ, એક સમાજ તરકી અમે શર્મસાર છીએ. હું આખા દેશને એ વિશ્વાસ આપું છું કે, કોઇપણ ગુનેગારને છોડવામાં નહીં આવે. દેશની દિકરીઓને ન્યાય મળશે.

  ‘કોઇપણ દોષી બચશે નહીં ન્યાય થશે અને પૂરો થશે’

  પીએમએ જણાવ્યું હતું કે, ‘દેશના કોઇપણ રાજ્યમાં, કોઇપણ ક્ષેત્રમાં થનારી આવી ઘટનાઓ, અમારી માનવીય સંવેદનાઓને હચમચાવી દે છે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે, કોઇપણ દોષી બચશે નહીં, ન્યાય થશે અને પૂરો થશે. આપણા સમાજની આવી આંતરિક ખરાબીઓને ખત્મ કરવાનું કામ આપણે મળીને કરવું પડશે.’  રાહુલે ટ્વિટ કરીને પીએમ મોદીને મૌન તોડવા કહ્યું હતું

  આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ મુદ્દે પીએમ મોદીને મૌન તોડવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત રાહ જોઇ રહ્યો છે. કઠુઆ અને ઉન્નાવ રેપ કેસને લઇને રાત્રે 12 વાગ્યે કેંડલ લાઇટ માર્ચ કાઢ્યા પછી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર શુક્રવારે નિશાન તાકતા કહ્યું હતું કે, વડા પ્રધાન કેમ ચૂપ છે ? રાહુલે કહ્યું હતું કે, મોદીના મૌનને સ્વીકર નહીં કરી શકાય ભારત રાહ જોઇ રહ્યો છએ. તેમણે કહ્યું કે આ મોદી માટે યોગ્ય સમય છે કે તેઓ બેટી બચાઓ ઉપર વાત કરે. પીએમ મોદી ઉપર સિધુ નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, આખરે કેમ રાજ્ય બળાત્કારીઓ અને હત્યારાઓને બચાવવાની કોશિશ કરી રહી છે. રાહુલ ગાંધીએ છોકરીઓ અને મહિલાઓ વિરૂદ્ધ થઇ રહેલા ગુનાઓનો વિરોધ કરવા માટે લોકો તેમની સાથે ઊભા રહ્યા અને તેમને ધન્યવાદ પણ આપ્યો.

  રાહુલ ગાંધી દિલ્હીમાં યોજી હતી કેન્ડલ માર્ચ

  ગુરુવારે મોડી રાત્રે રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયથી લઇને ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ લાઇટ માર્ચ યોજી હતી. જેમાં પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા હતા.
  Published by:Ankit Patel
  First published: