ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં શનિવારે એક ચૂંટણી સભાને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર અનેક આક્ષેપો કર્યા. જેમાં તેઓએ કહ્યું કે 1984માં શીખ વિરોધી રમખાણો પર કોંગ્રેસ નેતા સામ પિત્રૌડાની ટિપ્પણી કોંગ્રેસનો અહંકાર દર્શાવે છે.
અલવર ગેંગરેપ કેસમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકારે પોતાના કાર્યકાળમાં મહિલાઓના સમ્માનનું ધ્યાન રાખ્યું છે. અમારી સરકારે રેપ જેવા જધન્ય અપરાધ માટે ફાંસીનો કાયદો બનાવ્યો છે, જ્યારે કોંગ્રેસ મહિલા સુરક્ષા પર કેવું કામ કરી છે એ સમગ્ર દેશ જાણે છે.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાગદરબારી પણ એવા ભયાનક કાંડને દબાવવાના પ્રયાસ કરી રહ્યાં છે, આ એવોર્ડ વાપસી ગેંગ હતી, હું તેઓને પુછવા માગું છું કે પુત્રી સાથે રેપ જેવી ભયંકર દુર્ઘટનામાં ચુપ કેમ છે. વડાપ્રધાન મોદીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર લોકસભા ચૂંટણીને ધ્યારે રાખી એક દલિત મહિલાના ગેંગરેપને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર