મથુરામાં મોદીએ કહ્યુ, 'ગાય' કે 'ૐ' સાંભળતાં જ કેટલાક લોકોના વાળ ઊભા થઈ જાય છે

News18 Gujarati
Updated: September 11, 2019, 2:11 PM IST
મથુરામાં મોદીએ કહ્યુ, 'ગાય' કે 'ૐ' સાંભળતાં જ કેટલાક લોકોના વાળ ઊભા થઈ જાય છે
મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુઓમાં થતી વિભિન્ન બીમારીઓ સામેના રસીકરણ કાર્યક્રમની પણ શરૂઆત કરી

મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુઓમાં થતી વિભિન્ન બીમારીઓ સામેના રસીકરણ કાર્યક્રમની પણ શરૂઆત કરી

 • Share this:
મથુરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મથુરા વેટરનરી યુનિવર્સિટી (Mathura Veterinary University)માં આઝાદી બાદ પશુઓ માટે સૌથી મોટા કાર્યક્રમની શરૂઆત કરી. આ દરમિયાન પીએમ મોદીએ પશુઓમાં થતી વિભિન્ન બીમારીઓના રસીકરણ કાર્યક્રમની પણ શરૂઆત કરી. આ દરમિયાન પીએમ મોદીએ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની શરૂઆત પણ કરી. આ દરમિયાન તેઓએ પ્લાસ્ટિક ફ્રી ઈન્ડિયાનું બ્યૂગલ પણ ફુંકી દીધું. તેઓએ કહ્યું કે, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પૂર સમગ્રપણે રોક લગાવાની છે.

પીએમ મોદીએ આ દરમિયાન વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, 'ૐ' કે ગાય શબ્દ સાંભળતાં જ કેટલાક લોકોના કાન ઊભા થઈ જાય છે. તેઓએ કહ્યું કે, કેટલાક લોકોના કાનમાં ગાય શબ્દ પડે છે તો તેમના વાળ ઊભા થઈ જાય છે, તેમને કરંટ લાગી જાય છે. તેમને લાગે છે કે દેશ 16મી-17મી સદીમાં જતો રહ્યો છે. એવા લોકોએ જ દેશને બરબાદ કર્યો છે.

આ પણ વાંચો, કચરો વીણતી મહિલાઓ પાસેથી PM મોદી શીખ્યા પૉલિથીનનું મૅનેજમેન્ટપીએમ મોદીએ FMD અભિયાનની શરૂઆત કરી

પીએમ મોદીએ કહ્યું કે, આજે અમે 13 હજાર કરોડના અભિયાનની શરૂઆત કરી રહ્યા છીએ. આ અભિયાન છે FMD એટલે કે ફૂડ એન્ડ માઉથ ડિસીઝનો સામનો કરવો. દુનિયાના અનેક ગરીબ નાના દેશ પણ પશુઓને મુશ્કેલીમાંથી બહાર લાવી ચૂક્યા છે, પરંતુ આપણો દેશ હજુ પણ તેનો સામનો કરી રહ્યો છે. આ અભિયાનમાં દેશની ગાય, ભેંસ, બકરી, સૂવરોને વર્ષમાં બે વાર રસી મૂકવામાં આવશે.

પોતાના સંબોધનની શરૂઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવા જનાદેશ બાદ કનૈયાની નગરીમાં પહેલીવાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે પણ સમગ્ર ઉત્તર પ્રદેશનો પૂરો આશીર્વાદ મને મારા સાથીઓને પ્રાપ્ત થયો છે. દેશહિતમાં આપના આ નિર્ણય માટે હું બ્રજભૂમિથી આપ સમગ્ર શીશ ઝૂકાવું છું. પીએમે કહ્યું કે, આપ સૌના આદેશ અનુસાર છેલ્લા 100 દિવસમાં અમે અભૂતપૂર્વ કામ કરીને દેખાડ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે આપનું આ સમર્થન અને આશીર્વાદ અમને મળતું રહેશે.

આ પણ વાંચો, વિદ્યાર્થિનીઓ બુરખો પહેરી કોલેજ પહોંચી તો પ્રિન્સિપલે કેમ્પસથી ભગાડી મૂકી!
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,159,488

   
 • Total Confirmed

  1,623,130

  +19,478
 • Cured/Discharged

  366,407

   
 • Total DEATHS

  97,235

  +1,543
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres