Home /News /national-international /'લતા મંગેશકર ચોક'ના ઉદ્ધાટન પર પીએમ મોદી બોલ્યા- દીદીનું નામ અયોધ્યા સાથે હંમેશા માટે જોડાઈ ગયું

'લતા મંગેશકર ચોક'ના ઉદ્ધાટન પર પીએમ મોદી બોલ્યા- દીદીનું નામ અયોધ્યા સાથે હંમેશા માટે જોડાઈ ગયું

અયોધ્યામાં લતા ચોકનું ઉદ્ધાટન

PM Modi Speech on Lata Mangeshkar Jayanti: સુર સામ્રાજ્ઞી 'ભારત રત્ન' લતા મંગેશકરની 93મી જયંતિ પર અયોધ્યાનમાં તેમના નામ પર વિકસિત લતા ચોકનું ઉદ્ધાટન કર્યું. આ અવસર પર પીએમ મોદીએ લતા મંગેશકરને મા સરસ્વતીની એક એવી સાધિક ગણાવી, જેમણે સમગ્ર વિશ્વને પોતાના દિવ્ય સ્વરોથી અભિભૂત કરી દીધા.

વધુ જુઓ ...
    અયોધ્યા: પીએમ મોદીએ વર્ચુઅલી સુર સામ્રાજ્ઞી 'ભારત રત્ન' લતા મંગેશકરની 93મી જયંતિ પર આયોધ્યામાં તેમના નામ પર વિકસિત 'લતા ચોક'નું ઉદ્દાટન કર્યું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, લતાજી મા સરસ્વતીની એક એવી સાધિકા હતા, જેમણે સમગ્ર વિશ્વને પોતાના દિવ્ય સ્વરોથી અભિભૂત કરી દીધા. અયોધ્યામાં લતા મંગેશકર ચોક પર સ્થાપિત કરવામા આવેલી મા સરસ્વતીની વિશાળ વીણા સંગીતની સાધનાનં પ્રતિક બનશે. પીએમ મોદીએ કહ્યું કે, લતા દીદીનું નામ અયોધ્યા શહેરની સાથે હંમેશા સ્થાપિત થઈ ગયું. તેમણે જૂની યાદો તાજી કરીને કહ્યું કે, રામ મંદિર નિર્માણથી લતા દીદી ખૂબ ખુશ હતા.

    વર્ચુઅલી રીતે સંબોધિત કરતા તેમણે કહ્યું કે, લતા દીદીની સાથે જોડાયેલી મારી કેટલીય યાદો છે. કેટલીય ભાવૂક અને સ્નેહિલ સ્મૃતિઓ છે. જ્યારે પણ મારી તેમની સાથે વાત થતી, તેમની વાણીની યુગ પરિચિત મિઠાસ દરેક વખતે મને મંત્રમુગ્ધ કરી દેતી હતી. દીદી મોટા ભાગે કહેતા હતા કે, મનુષ્ય ઉંમરથી નહીં, કર્મથી મોટો હોય છે. દેશ માટે જે જેટલુ વધારે કરે, તે એટલો જ મોટો છે. આપણને આ લતા ચોક કર્તવ્ય બોધનો અનુભવ કરાવે છે.



    પીએમ મોદીએ કહ્યુ કે, જ્યારે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન સંપન્ન થયું તો મારી પાસે લતા દીદીનો ફોન આવ્યો હતો. તેઓ ખૂબ ખુશ હતા. ભાવૂક હતા અને આશીર્વાદ આપી રહ્યા હતા. તેમને વિશ્વાસ નહોતો થતો કે આખરે રામ મંદિર નિર્માણ શરુ થઈ રહ્યું છે. આજે મને લતા દીદીનું એ ભજન યાદ આવી રહ્યુ છે. મન કી અયોધ્યા તબ તક સૂની, જબ તક રામ ન આયે, અયોધ્યાના ભવ્ય મંદિરમાં શ્રીરામ આવવાના છે.


    રામ ભારતના કણ કણમાં છે


    પીએમ મોદીએ કહ્યું કે, પ્રભુ રામ તો આપણી સભ્યતાના પ્રતિક પુરુષ છે. રામ આપણી નૈતિકતાના, આપણા મૂલ્યો, આપણી મર્યાદા, આપણા કર્તવ્યના જીવંત આદર્શ છે. અયોધ્યાથી લઈને રામેશ્વર સુધી, રામ ભારતના કણ કણમાં સમાયેલા છે. ભારતની હજારો વર્ષ જૂની વિરાસત પર ગર્વ કરતા ભારતની સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનું આપણું દાયિત્વ છે.

    સીએમ યોગીએ કર્યું ઉદ્ધાટન


    આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપીને સુર સામ્રાજ્ઞી 'ભારત રત્ન' લતા મંગેશકરની 93મી જયંતિ પર અયોધ્યાનમાં તેમના નામ પર વિકસિત ચોકનું ઉદ્ધાટન કર્યું. સત્તાવાર સૂત્રો અનુસાર અયોધ્યામાં સરયૂ નદીના કિનારે લતા મંગેશકર ચોકને 7.9 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યો છે. આ ચોક પર 14 ટન વજનની 40 ફુટ લાંબી અને 12 મીટર ઉંચી વીણા સ્થાપિત કરી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Lata Mangeshkar, પીએમ મોદી

    विज्ञापन
    विज्ञापन