Home /News /national-international /PM Modi in Goa: ગોવાની ધરતીને હવા અને પ્રકૃતિનું અદભુત વરદાન મળ્યું છે- PM મોદી

PM Modi in Goa: ગોવાની ધરતીને હવા અને પ્રકૃતિનું અદભુત વરદાન મળ્યું છે- PM મોદી

ગોવા પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

PM Narendra Modi in Goa: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગોવા મુક્તિ દિવસ નિમિત્તે રવિવારે અહીં શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોર્ટુગીઝ શાસનમાંથી દરિયાકાંઠાના રાજ્યની મુક્તિના 60 વર્ષ પૂરા થયાની ઉજવણીમાં ભાગ લેવા માટે આજે બપોરે અહીં પહોંચેલા મોદી, બાદમાં મીરામાર ખાતે ફ્લાયપાસ્ટ અને શિપ પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ ...
    પણજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગોવામાં ફોર્ટ અગુઆડા જેલ મ્યુઝિયમ, ગોવા મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી બ્લોક, ન્યૂ સાઉથ ગોવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મોપા એરપોર્ટ પર એવિએશન સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અને ગોવામાં ડેવોરલિમ, નેવેલિમ ખાતે ગેસ-ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન સહિત અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, ગોવાની ધરતી, ગોવાની હવા, ગોવાના સમુદ્રને પ્રકૃતિની અદભૂત ભેટ મળી છે. આજે ગોવાની ધરતી પર તમારા બધાનો આ ઉત્સાહ ગોવાના પવનોમાં મુક્તિના ગૌરવને વધારી રહ્યો છે.

    ગોવામાં કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે ગોવા માત્ર તેની મુક્તિની ડાયમંડ જ્યુબિલી જ નથી ઉજવી રહ્યું પણ 60 વર્ષની આ સફરની યાદો પણ આપણી સામે છે. આપણી સમક્ષ સંઘર્ષ અને બલિદાનની ગાથા પણ છે, લાખો ગોવાવાસીઓની મહેનત અને સમર્પણનું પરિણામ છે, જેના કારણે આપણે ઘણી લાંબી મજલ કાપી છે.

    આ પણ વાંચો: કેરળમાં 12 કલાકમાં BJP અને SDPIના 2 નેતાઓની હત્યા, તણાવ વધ્યો, કલમ 144 લાગુ

    તેમણે કહ્યું કે, ગોવા એવા સમયે પોર્ટુગલ હેઠળ ગયું હતું જ્યારે દેશના અન્ય મોટા ભાગ પર મુઘલોનું શાસન હતું. એ પછી આ દેશે કેટલાય રાજકીય તોફાનો જોયા છે, કેટલી સત્તાના ઝાપટા પડ્યા છે. સમય અને સત્તાઓની ઉથલપાથલ વચ્ચે સદીઓનાં અંતર પછી પણ ન તો ગોવા તેની ભારતીયતાને ભૂલી શક્યું છે કે ન તો ભારત તેના ગોવાને ભૂલી શક્યું છે. આ એક એવો સંબંધ છે જે સમય સાથે વધુ મજબૂત બન્યો છે.

    ભારતમાં રાષ્ટ્ર જ પ્રથમ મંત્ર

    પીએમ મોદીએ કહ્યુ, ભારતમાં એક એવો ભાવ છે જહાં રાષ્ટ્ર સ્વ કરતા પણ ઉપર હોય છે. અને તે જ સર્વોપરિ હોય છે, જ્યાં એક જ મંત્ર અને એક જ સંકલ્પ હોય છે,

    આ પણ વાંચો:અમદાવાદ: મોબાઇલમાં ગેમ રમવા પિતાનું ખાતુ કર્યુ ખાલી, પિતાએ નોંધાવી પુત્ર સામે ફરિયાદ

    આ સાથે પીએમ મોદીએ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન વિજયના સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કર્યું હતું. પોર્ટુગીઝ શાસનથી આઝાદીના 60 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા માટે આજે બપોરે અહીં પહોંચેલા મોદી, બાદમાં મીરામાર ખાતે ફ્લાયપાસ્ટ અને શિપ પરેડના સાક્ષી બન્યા હતા. ગોવા મુક્તિ દિવસ દર વર્ષે 19 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોએ 1961માં ગોવાને આઝાદ કર્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Goa CM, Goa News, Pm modi cabinet

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन