10 વર્ષમાં 50 લાખ હેક્ટર પડતર જમીનને ઉપજાઉ કરીશું : COP14માં મોદીની જાહેરાત

News18 Gujarati
Updated: September 9, 2019, 12:59 PM IST
10 વર્ષમાં 50 લાખ હેક્ટર પડતર જમીનને ઉપજાઉ કરીશું : COP14માં મોદીની જાહેરાત
COP14માં પીએમ મોદીએ કહ્યું કે, હવે દુનિયાએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને Bye Bye કહી દેવું જોઈએ

COP14માં પીએમ મોદીએ કહ્યું કે, હવે દુનિયાએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને Bye Bye કહી દેવું જોઈએ

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગ્રેટર નોઇડાના એક્સપો માર્ટમાં ચાલી રહેલા 12 દિવસીય કોપ-14 (Conference of Parties) કોન્ફરન્સમાં સંબોધન કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ ગ્લોબલ વોમિંગ (Global Warming), જળવાયુ પરિવર્તન (Climate Change) અને નષ્ટ થઈ રહેલી જૈવ વિવિધતા, રણ જેવા વધતાં ખતરા પર ચિંતા વ્યક્ત કરી. તેઓએ યુવાઓ સાથે પર્યાવરણ સંરક્ષણને લઈને જાગૃતતા થવાની પણ અપીલ કરી.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને જાહેરાત કરી કે, 10 વર્ષમાં 50 લાખ હેક્ટર પડતર જમીનને ઉપજાઉ કરી દઈશું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, સમગ્ર દુનિયાએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને bye bye કહી દેવું જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતના સંસ્કારોમાં ધરતી પવિત્ર છે, રોજ સવારે જમીન પર પગ મૂકતાં પહેલા અમે ધરતી પાસે માફી માંગીએ છીએ. પીએમે કહ્યું કે, આજે દુનિયામાં લોકોને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે નકારાત્મક વિચારધારાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે સુમદ્રોનું જળસ્તર વધી રહ્યું છે. વરસાદ, પૂર અને તોફાન દરેક સ્થળે તેની અસર જોવા મળી રહી છે. પર્યાવરણ બચાવવા માટે આપણે સૌથી પહેલા પોતાના વ્યવહારમાં ફેરફાર લાવવાની જરૂર છે.
આ પણ વાંચો, 16 વર્ષની ઉંમરે પાસ કરી 'મહાપરીક્ષા', PM નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા

આ પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ભારતે વધતા રણથી ધરતીને બચાવવાની દિશામાં અનેક પગલાં ઉઠાવ્યા છે. પર્યાવરણ સંરક્ષણને લઈને ભારતે ઉલ્લેખનીય કામ કર્યુ છે. આ જ કારણ છે કે દુનિયાના 77 ટકા વાઘ માત્ર ભારતમાં છે.

જાવડેકરે વધુમાં જણાવ્યું કે, ભારતે વધતા ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણનો સામનો કરવા માટે ટેક્સમાં છૂટ આપીને ઈ-વાહનોને પણ પ્રોત્સાહન આપ્યું છે. જો મનુષ્યોના કામોથી પર્યાવરણ પરિવર્તન થયું છે, તો તેના સકારાત્મક યોગદાનથી જ તેમાં સુધાર પણ લાવવામાં આવશે.

નોંધનીય છે કે, ગ્રેટર નોઇડામાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં દુનિયાના 190થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો, બિહારના યુવાઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે AIDS, ચોંકાવનારા આંકડા : રિપોર્ટ
First published: September 9, 2019
વધુ વાંચો
अगली ख़बर