નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાજ્યસભા (Rajya Sabha)માં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા પર ગૃહને સંબોધિત કર્યું. પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને કહ્યું કે, હું રાષ્ટ્રપતિજીનો આભારી છું. PM મોદીએ કહ્યું કે, સમગ્ર દુનિયા એક મોટા સંકટ (Corona Crisis)નો સામનો કરી રહી છે. સારું હોત કે વિપક્ષ રાષ્ટ્રપતિનું ભાષણ સાંભળતું, પરંતુ તેમના ભાષણનો પ્રભાવ એટલો છે કે વિપક્ષી પાર્ટીઓ સાંભળ્યા વગર પણ ભાષણ વિશે આટલું બધું બોલી શકી છે.
આવો જાણીએ PM મોદીના ભાષણનો 10 મહત્ત્વની વાતો
1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ખેડૂતોને ભરોસો અપાવ્યો કે MSP છે, હતો અને રહેશે. માર્કેટ યાર્ડોને મજબૂત કરવામાં આવી રહ્યા છે. જે 80 કરોડ લોકોને સસ્તામાં રેશન આપવામાં આવે છે તે પણ ચાલુ રહેશે. ખેડુતોની આવક વધારવા માટે બીજા ઉપાય ઉપર બળ આપવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જો હવે વિલંબ કરી દઈશું તો ખેડૂતોને અંધકાર તરફ ધકેલી દઈશું.
2. વડાપ્રધાને કહ્યું કે, ગૃહમાં માત્ર ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ રહી છે. નાના ખેડૂતોને સિંચાઈની સુવિધા પણ નથી. પીએમ મોદીએ કહ્યું કે, સરકારે 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસ જમા કરાવ્યા. સરકાર ગરીબો પ્રત્યે સમર્પિત છે. નાના ખેડૂતોની મુશ્કેલીઓને જોવાની જરૂર છે.
3. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેટલાક બુદ્ધિજીવી હોય છે, પરંતુ કેટલાક લોકો આંદોલનજીવી થઈ ગયા છે, દેશમાં કંઈ પણ હોય તેઓ ત્યાં પહોંચી જાય છે. ક્યારેક પડદાની પાછળ અને ક્યારેક ફ્રન્ટ પર, આવા લોકોની ઓળખ કરીને તેમને બચવું જોઈએ. આ લોકો પોતે આંદોલન નથી ચલાવી શકતા પરંતુ કોઈનું આંદોલન ચાલી રહ્યું હોય તો ત્યાં પહોંચી જાય છે. આંદોલનજીવી જ પરજીવી છે, જે દરેક સ્થળે મળે છે.
4. PM મોદીએ કહ્યું કે, એક નવું FDI મેદાનમાં આવ્યું છે, જે Foreign destructive ideologyથી દેશને બચાવવાની જરુરિયાત છે.પીએમ મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભાર કોઈ સરકાર નહીં પરંતુ દેશનું આંદોલન છે.
5. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શરદ પવાર સહિત અનેક કૉંગ્રેસના નેતાઓએ પણ કૃષિ સુધારોની વાત કહી છે. શરદ પવારે હજુ પણ સુધારોનો વિરોધ નથી કર્યો, અમને જે સારું લાગ્યું તે કર્યું, ભવિષ્યમાં સુધાર કરતા રહીશું. પીએમ મોદીએ કહ્યું કે, આજે વિપક્ષ યૂ-ટર્ન લઈ રહ્યો છે, કારણ કે રાજનીતિ હાવી છે.
6. વડાપ્રધાન મોદીએ ગૃહમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન વાચ્યું કે, અમારો વિચાર છે કે મોટા માર્કેટને લાવવામાં જે અડચણો છે, અમારો પ્રયાસ છે કે ખેડૂતોની ઉપજ વેચવાની મંજૂરી હોય. પીએમ કહ્યું કે મનમોહન સિંહે કહ્યું તે મોદીએ કરવું પડવું છે, તમે ગર્વ કરો.
7. PM મોદીએ કહ્યું કે, આપણું લોકતંત્ર કોઈ પણ રીતે વેસ્ટર્ન ઇન્સ્ટિટ્યૂશન નથી, તે એક હ્યૂમન ઇન્સ્ટિટ્યૂશન છે. ભારતનો ઈતિહાસ લોકતાંત્રિક મૂલ્યોથી ભરેલો છે. પ્રાચીન ભારતમાં 81 ગણતંત્રોનું વર્ણન આપણને મળે છે. ભારતનો રાષ્ટ્રવાદ ન તો સંકીર્ણ છે, ન તો આક્રમક છે. તે સત્યમ શિવમ સુંદરમના મૂલ્યોથી પ્રેરિત છે.
8. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે દેશને ત્રીજા વિશ્વનો હિસ્સો માનવામાં આવે છે, તે ભારતે એક વર્ષમાં બે વેક્સીન બનાવી અને દુનિયાને મદદ પહોંચાડી. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાની વિરુદ્ધ કોઈ દવા નહોતી, ત્યારે ભારતે 150 દેશોને દવા પહોંચાડી. હવે જ્યારે વેક્સીન આવી ગઈ છે, ત્યારે પણ દુનિયાને ભારત જ વેક્સીન આપી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, દેશની અંદર પણ કેન્દ્ર અને રાજ્યની સરકારોએ મળીને કામ કર્યું છે.
9. વડાપ્રધાને કહ્યું કે, કોરોના સંકટ આવ્યો તો ભારત માટે દુનિયા ચિંતિત થઈ હતી. જો ભારત પોતાની જાતને સંભાળી ન લેત તો દુનિયા માટે સંકટ હશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા કરવા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી. પરંતુ આજે દુનિયા આ વાત પર ગર્વ કરી રહ્યો છે કે ભારતે આ લડાઈ જીતી છે. આ લડાઈ કોઈ સરકાર કે વ્યક્તિની જીત નથી, પરંતુ હિન્દુસ્તાનને તેની ક્રેડિટ જાય છે. વડાપ્રધાને કહ્યું કે, કોરોના કાળ સામે ભારત જંગ જીત્યું. તેના કારણે સમગ્ર દુનિયા ભારતના વખાણ કરી રહી છે પરંતુ વિપક્ષ મજાક ઉડાવી રહી છે.
" isDesktop="true" id="1070378" >
10. PM મોદીએ કહ્યું કે, દેશ હવે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, એવામાં દરેકનું ધ્યાન દેશ માટે કંઈક કરવું જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે, સંકટના સમયમાં દુનિયાની નજર ભારત પર છે. વડાપ્રધાને આ દરમિયાન મૈથિલીશરણ ગુપ્તની કવિતા ‘અવસર તેરે લિએ ખડા હૈ, ફિર ભી તૂ ચૂપચાપ પડા હૈ’ પણ ગૃહમાં રજૂ કરી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર