PM મોદીએ કમલા હૈરિસ સાથે કરી વાત, વેક્સીન મામલે અમેરિકાની મદદ માટે આભાર માન્યો

અમેરિકાની ઉપરાષ્ર્eપ્રમુખ કમલા હૈરિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

કમલા હૈરિસે ભારતને કોરોના વેક્સીનના 2.5 કરોડ ડોઝ મોકલવાની બાંહેધરી આપી, વડાપ્રધાન મોદીએ આવી રીતે માન્યો આભાર

  • Share this:
    વોશિંગટન. અમેરિકા (America)ની ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ (Kamla Harris)એ ભારતને 2.5 કરોડ કોરોના વેક્સીન (Vaccination In India) મોકલવાની બાંહેધરી આપી છે. અમેરિકાના દૂતાવાસ તરફથી વરિષ્ઠ સલાહકાર અને હૈરિસના પ્રવક્તા સાઇમોન સૈંડર્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખે ગુરૂવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત ચાર દેશોના નેતાઓ સાથે કોવિડ-19 વેક્સીનની વૈશ્વિક આપૂર્તિ યોજનાને લઈ વાત કરી.

    આ વેક્સીનની આપૂર્તિ ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં આ મહિનાના અંત સુધીમાં થવાની છે. ચારેય નેતાઓ સાથેની વાતચીત દરમિયાન કમલા હૈરિસે કહ્યું કે અમેરિકા 2.5 કરોડ ડોઝ પહેલી ખેપના રૂપમાં મોકલવાનું શરૂ કરશે. આ આપૂર્તિ બાઇડન-હૈરિસ પ્રશાસનની જૂન મહિનાના અંત સુધી ઓછામાં ઓછા 8 કરોડ ડોઝ વિભિન્ન દેશોને મોકલવાની યોજના હેઠળ કરવામાં આવશે. ચારેય નેતાઓએ કમલા હૈરિસનો આભાર માન્યો અને એ વાત પર સહમત થયા કે વૈશ્વિક હિતમાં કોવિડ-19 સંબંધી પડકારોનો સામનો કરતા રહીશું.

    વડાપ્રધાન મોદી ઉપરાંત કમલા હૈરિસે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુદ આંદ્રેસ મેન્યૂઅલ લોપે જ ઓબ્રોડોર, ગ્વાટેમાલાના રાષ્ટ્રપ્રુમખ અલેજાંદ્રો ગિયામટ્ટી અને કેરેબિયન સમુદાયના અધ્યક્ષ વડાપ્રધાન કીથ રોવલ સાથે વાત કરી.

    આ પણ વાંચો, 250 રૂપિયા ખર્ચીને ઘરે મંગાવો કોરોના ટેસ્ટ કિટ, 15 મિનિટમાં રિઝલ્ટ સાથે મેળવો રિપોર્ટ

    પીએમ મોદીએ શું કહ્યું?

    બીજી તરફ, કમલા હૈરિસ સાથેની ચર્ચા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ‘થોડા સમય પહેલા ઉપરાષ્ર્ોપ્રમુખ કમલા હૈરિસ સાથે મેં વાત કરી. વૈશ્વિક સ્તર પર વેક્સીન આપવા માટે અમેરિકાની રણનીતિ હેઠળ ભારતને વેક્સીનની આપૂર્તિને લઈને આપવામાં આવેલા આશ્વાસનની હું પ્રશંસા કરું છું.’ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરિકાની સરકાર, કારોબારીઓ અને પ્રવાસી ભારતીયો માટે સહયોગ અને એકજૂથા માટે કમલા હૈરિસનો આભાર વ્યક્ત કર્યો.

    આ પણ વાંચો, CBSE અને CISCE કયા આધાર પર ધોરણ-12નું પરિણામ તૈયાર કરશે? સુપ્રીમે બે સપ્તાહમાં માંગ્યો જવાબ


    વડાપ્રધાન મોદીએ વધુ એક ટ્વીટ કરીને કહ્યું, ‘ભારત-અમેરિકાની વચ્ચે વેક્સીન પાર્ટનરશીપને વધૂ મજૂબત કરવા માટે ચાલી રહેલા પ્રયાસો તથા કોવિડ-19 બાદ સ્વાસ્થ્ય તથા આર્થિક ક્ષેત્રની રિકવરીમાં યોગદાન આપનારા બંને દેશોની પાર્ટનરશીપની શક્યતાઓ અંગે પણ અમે ચર્ચા કરી.’ આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધાર બાદ તેઓ ભારતમાં કમલા હૈરિસના સ્વાગત માટે ઉત્સુક છે.
    Published by:Mrunal Bhojak
    First published: