મોદી રવિવારે મદુરઈના પ્રવાસે છે જ્યાં તેઓએ એઇમ્સની આધારશિલા રાખી. તેની સાથે જ રાજાજી મેડિકલ કોલેજના અતિ વિશેષજ્ઞતા વાળા કેટલાક વિભાગો ઉપરાંત થંજાવુર મેડિકલ કોલેજ અને તિરુવનવેલી મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું.
પીએમ મોદીએ જાહેરસભાને સંબોધતા કહ્યું કે, સામાન્ય વર્ગના લોકોને 10 ટકા આપવા પર દલિતોનું હિત પ્રભાવિત નહીં થાય. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના મદુરઈ પ્રવાસને લઈને ટ્ટિટર પર #GoBackModi અને #TNWelcomesModi તથા #MaduraiThanksModiની જંગ છેડાઈ ગઈ હતી. અહેવાલ તૈયાર થયો ત્યાં સુધીમાં બે લાખ 19 હજાર ટ્વિટ #GoBackModi અને બે લાખ 32 હજાર ટ્વિટ #TNWelcomesModi થઈ ચૂક્યા હતા.
Madurai, Tamil Nadu: Visuals of protest led by MDMK Chief Vaiko against PM Narendra Modi’s visit to the city today. pic.twitter.com/X8OtzJmMPV
ટ્વિટર પર NEET મામલાને લઈને પણ ઘણો વિરોધ થઈ રહ્યો હતો. મૂળે, તમિલનાડુમાં NEETના મુદ્દાએ ઘણું વેગ પકડી લીધું હતું અને રાજકીય પાર્ટીઓ પહેલા દિવસથી તેનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન વિરોધ એ હદે વધી ગયો હતો કે એક NEET વિરોધી પિટિશનકર્તા એસ અનીતો આત્મહત્યા પણ કરી લીધી હતી.
પીએમ મોદીનો આ પ્રવાસ આ રીતે મહત્વપૂર્ણ છે કે ભાજપ સત્તાધારી એઆઈએડીએમકેની સાથે મળી ચૂંટણી લડવા માંગે છે. પરંતુ એઆઈએડીએમકેમાં ચાલી રહેલી અંદરની ખેંચતાણના કારણે હજુ આ મુદ્દે કોઈ નિર્ણય નથી થઈ શક્યો. બીજી તરફ કોંગ્રેસ અને ડીએમકેની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. સ્ટાલિને રાહુલ ગાંધીને પીએમ ઉમેદવારના રૂપમાં સમર્થન પણ આપી દીધું છે.
2014 લોકસભા ચૂંટણીમાં ભાજપે ડીએમડીકે, પીએમકે અને વાઇકોની આગેવાનીવાળી એમડીએમકે સહિત પાંચ પાર્ટીઓ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડ્યું હતું પરંતુ તેને માત્ર બે સીટો જ મળી શકી હતી. - એક બીજેપી અને એક પીએમકેને. બાદમાં તમામ પાંચેય પાર્ટીઓએ બીજેપીથી પોતાને અલગ કરી દીધા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર