Home /News /national-international /Russia-Ukraine War live updates: રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન આજે પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટ તો રશિયાના રાષ્ટ્રપતિ સાથે 50 મિનિટ કરી વાત
Russia-Ukraine War live updates: રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન આજે પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટ તો રશિયાના રાષ્ટ્રપતિ સાથે 50 મિનિટ કરી વાત
Russia Ukraine News : યુક્રેનમાં (Russia Ukraine War) ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકાર મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
Russia Ukraine News : યુક્રેનમાં (Russia Ukraine War) ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકાર મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
નવી દિલ્હી: યુક્રેનમાં (Russia Ukraine War) ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકાર મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelensky) સાથે વાત કરી છે. જે બાદ બપોરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી લીધી છે. થોડા દિવસો પહેલા પણ પીએમ મોદીએ રશિયા-યુક્રેન સંકટ પર રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. યુક્રેન પર રશિયાના હુમલાનો (Russia Ukraine News) આજે 12મો દિવસ છે. આ દરમિયાન રશિયન સેનાએ યુક્રેનના ઘણા શહેરોને તબાહ કર્યા છે. યુક્રેને આ મામલે ભારતને અપીલ કરી છે કે, ભારત રશિયા સાથે વાત કરે અને હુમલો રોકવામાં મદદ કરે.
પુતિન સાથે 50 મિનિટ વાત કરી
PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ બાદ પુતિન સાથે પણ વાત કરી લીધી છે. પીએમ મોદીએ પુતિન સાથે 50 મિનિટની વાતચીત કરી હતી. જેમાં તેમણે યુક્રેનની હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી 35 મિનિટ વાત
પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. બંને વચ્ચે આશરે 35 મિનિટ વાત ચાલી હતી. આજે બપોરે 1.30 કલાકે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાના છે.
પીએમ મોદીએ આ પહેલા પણ રશિયા સાથે પણ કરી હતી વાત
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે પુતિન સાથે ચર્ચા કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેના પર મોટો આરોપ લગાવ્યો અને પીએમ મોદીને કહ્યું કે, યુક્રેનની સેનાએ ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવી લીધા છે અને તેમનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. આ સાથે યુક્રેનની સેના ભારતીયોને રશિયન વિસ્તારમાં જતા રોકી રહી છે.
Prime Minister Narendra Modi to speak to Russian President Vladimir Putin on the phone today: GoI sources
નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન યુધ્ધમાં કાંઇપણ કરવા અંગે અમેરિકા સહિતના દેશો અવઢવમાં છે. ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિને ધમકી આપી છે કે, યુક્રેન રશિયા સામે લડીને પોતાના 'સ્ટેટહૂડ'ને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પુતિને અમેરિકા તથા પશ્ચિમના દેશોને પણ ધમકી આપી છે કે, યુક્રેનમાં રશિયાને રોકવા માટે જે પણ વચ્ચે આવશે એ કિંમત ચૂકવશે તેથી બધા દેશો દૂર જ રહેજો. પુતિને રશિયા સામે લદાયેલાં નિયંત્રણોને યુધ્ધની જાહેરાત સમાન ગણાવીને તેનો જવાબ આપવાની ધમકી પણ આપી છે.
રવિવારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ ચેતવણી આપી છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ અને ત્યાર પછી રશિયા પર મૂકાયેલા પ્રતિબંધોથી દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ થઈ જશે. વર્તમાન સંકટથી મોંઘવારી અનેકગણી વધશે. આઈએમએફે જણાવ્યું કે, કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વૈશ્વિક અર્થતંત્રમાં વસ્તુઓના ભાવ પર પહેલાથી જ ઘણું દબાણ છે. એવામાં વર્તમાન સંકટથી મોંઘવારીનો દર વધી શકે છે. જેના કારણે આર્થિક પ્રવૃત્તિઓને આંચકા વાગી શકે છે. આઈએમએફએ આશા વ્યક્ત કરી કે, તેનું બોર્ડ આગામી સપ્તાહે યુક્રેનની 1.4 અબજ ડોલરની ઈમર્જન્સી ફન્ડિંગની અપીલ પર નિર્ણય કરશે. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અનાજ અને એનર્જીના ભાવ સતત વધી રહ્યા છે. આ યુદ્ધના કારણે દુનિયાભરના શેરબજારોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી સતત નરમાઈ જોવા મળી રહી છે. બીજીબાજુ દુનિયાભરની અનેક કંપનીઓ રશિયા અને યુક્રેનમાંથી કારોબાર સમેટી રહી હોવાથી પણ સ્થિતિ મુશ્કેલ બનશે.
રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન ગંગા' (Operation Ganga) અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 15900 ભારતીયોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે. 'ઓપરેશન ગંગા' હેઠળ હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી ભારતીયોને જમીની સરહદ ચોકીઓ દ્વારા યુક્રેન છોડ્યા બાદ હવાઈ માર્ગે ઘરે લાવવામાં આવી રહ્યા છે. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, 'ઓપરેશન ગંગા અપડેટઃ અમે 76 ફ્લાઈટ્સ દ્વારા 15920થી વધુ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. જેમાં રોમાનિયાથી 31 ફ્લાઈટ દ્વારા 6680 વિદ્યાર્થીઓ, પોલેન્ડથી 13 ફ્લાઈટમાં 2822 વિદ્યાર્થીઓ, હંગેરીથી 26 ફ્લાઈટમાં 5300 અને સ્લોવાકિયાથી 6 ફ્લાઈટ દ્વારા 1118 વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. (આ અંગે વધુ વાંચવા અહીં ક્લિક કરો )
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર