ખિચડી સરકાર દેશમાં અસુરક્ષા અને અરાજકતા ફેલાવશેઃ PM મોદી

News18 Gujarati
Updated: May 9, 2019, 10:44 PM IST
ખિચડી સરકાર દેશમાં અસુરક્ષા અને અરાજકતા ફેલાવશેઃ PM મોદી
પીએમ મોદીની ફાઇલ તસવીર

પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે વર્ષ 2014 બાદ તમામ શહેરોમાં થઈ રહેલા સીરિયલ બ્લાસ્ટ્સ પર કાબુ મેળવી લેવાયો અને કેવી રેત આતંકવાદી પ્રવૃતિ ફક્ત જમ્મુ- કાશ્મીર પુરતી મર્યાદિત થઈ ગઈ.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વિપક્ષ પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ મતદારોને અપીલ કરી હતી કે ખિચડી સરકાર માટે વોટ ન નાંખતા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે વિપક્ષને વોટ આપવાથી દેશની સુરક્ષા જોખમાઈ શકે છે. મહાગઠબંધનને વોટ આપવાથી દેશમાં અસુરક્ષા, અસ્થાયિત્વ અને અરાજકતા વધી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે આઝમગઢ આતંકનો પર્યાય બની ચુક્યું છે. જોકે, કેન્દ્રમાં ભાજપની સરકાર બનતાની સાથે જ વર્ષ 2014થી પરિસ્થિતીમાં બદલાવ આવ્યો હતો. વર્ષ 2014માં સ્થિતિ ઘણી બદલાઈ ગઈ હતી તેમણે કહ્યું, “અગાઉ તમામ ગતિવિધિઓનો આઝમગઢ સાથે સંબંધ હતો જોકે, વર્ષ 2014 બાદ શું થયું તે સૌ કોઈ જાણી શકે છે. ”

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અહીં મેળવો : આતંકવાદના મામલે પોતાની સરકારની ઉપલબ્ધીઓ ગણાવતા તેમણે કહ્યું, “ તમે જાણો છો કે વર્ષ 2014 બાદ તમામ શહેરોમાં બોંબ બ્લાસ્ટને કેવી રીતે નિયંત્રણમાં કરી લેવામાં આવ્યા હતા કેવી રીતે આતંકવાદી ગતિવિધી ફક્ત જમ્મુ- કાશ્મીર પુરતી જ મર્યાદીત રહી ગઈ છે. આવું એટલા માટે થયું કારણ કે સરકારે હંમેશા રાષ્ટ્રીય સુરક્ષાને મહત્ત્વ આપ્યું છે. અમે પાકિસ્તાનમાં ઘૂસી અને આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે ગઠબંધનની સરકાર ભ્રષ્ટાચારમાં શામેલ રહી છે.'
First published: May 9, 2019, 9:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading