પીએમ મોદીએ કહ્યું - આતંકીઓને મારવા જવાનોએ ચૂંટણી પંચની અનુમતિ લેવી પડશે?

News18 Gujarati
Updated: May 12, 2019, 1:40 PM IST
પીએમ મોદીએ કહ્યું - આતંકીઓને મારવા જવાનોએ ચૂંટણી પંચની અનુમતિ લેવી પડશે?
કુશીનગરમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે આતંકવાદ વિરુદ્ધ જે સીધી લડાઈ લડી રહ્યાં છે, તેના બદલ દેશની જનતા વોટ આપી રહી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :  રવિવારે વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્રમાં ફરી એક વાર મોદી સરકાર બની રહી છે. તેઓએ કહ્યું કે પાંચમા ચરણ બાદ વિરોધીઓ ધ્વસ્ત થઈ ગયા છે. દેશ મજબૂત, નિર્ણાયક અને ઈમાનદાર સરકાર માટે વોટ આપી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકોને વાંધો છે કે આજ ચૂંટણી ચાલી રહી છે તો આતંકીઓને કેમ માર્યા? તેઓ બોમ્બ-બંદૂક લઈને સામે ઊભા છે, શું ત્યાં આપણા જવાન ચૂંટણી પંચની અનુમતિ લેવા જશે કે હું તેને ગોળી મારું કે નહીં. કાશ્મીરમાં જ્યારથી અમે આવ્યા છીએ, દરેક બીજા-ત્રીજા દિવસે સફાઈ થઈ રહી છે, આ સફાઈ અભિયા મારું કામ છે ભાઈ. આ જીતને ભવ્ય અને દિવ્ય બનાવવી છે.
આતંક સામે સીધી લડાઈ
પીએમ મોદીએ કહ્યું કે અમે આતંકવાદ સામે સીધી લડાઈ લડી રહ્યાં છે, જનતા તેના બદલ અમને વોટ આપી રહી છે. વિશ્વમાં ભારતનો પડધો પડી રહ્યો છે તેના બદલ લોકો ભાજપ અને મોદીને મત આપી રહ્યાં છે. પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવા બદલ લોકો કમળને મત આપી રહ્યા છે.

આ પણ વાંચો :  PM મોદીએ કહ્યુ- ખાન માર્કેટ ગેંગ ખરાબ નહીં કરી શકે મારી છબિ

કોંગ્રેસે અલવર બળાત્કાર કાંડને દબાવ્યો
પીએમ મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ રાજસ્થાનમાં સત્તામાં છે અને તેણે અલવર બળાત્કાર કાંડના અપરાધીઓને છાવરવાનું કામ કર્યુ છે અને ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. બહુજન સમાજવાદી પાર્ટી રાજસ્થાનમાં કોંગ્રેસના સમર્થનમાં છે તો પછી જ્યારે દિકરી સામે અત્યાચાર થયો ત્યારે બસપાએ સમર્થન કેમ પાછું ન ખેંચ્યું?

આ પણ વાંચો :  LIVE: વોટિંગ બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યુ- આ દેશને બચાવવાની ચૂંટણી, બીજેપીની હાર નક્કી

ગરીબોની સેવા કરી
પીએમ મોદીએ કહ્યું હતું કે જે લોકો મારી જીતનું સર્ટિફિકેટ માંગી રહ્યાં છે તે લોકોને જ્યારે સત્તામાં રહેવાની તક મળી હતી ત્યારે તે લોકોએ સેંકડો હજારો કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી લીધી હતી. હું ગુજરાતમાં લાંબા સમય સુધી મુખ્ય મંત્રી રહ્યો પાંચ વર્ષથી વડાપ્રધાન છું, મેં દેશના ગરીબોની સેવા કરી. મફતમાં ગેસ કનેક્શન આપ્યા, વિજળી, ઘર, શૌચાલયો બનાવી આપ્યા.

First published: May 12, 2019
વધુ વાંચો
अगली ख़बर