ન્યૂઝ 18 ગુજરાતી: વડાપ્રધાન મોદીએ આજે અરૂણાચલ પ્રદેશના આલોમાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કેવિકાસના આ ડબલ એન્જિન માટે તમારા આશિર્વાદ મળી રહ્યાં છે,જેને હું માથે ચડાવું છું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે એ લોકોને તમારી ભલાઈ કરતાં વધું મલાઈમાં રસ હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું,“પહેલાં નામદાર પરિવાર અને તેમના દરબારીઓ પોતાની સલ્તનતને મજબૂત કરી રહ્યાં હતા. તેમને તમારી ભલાઈથી વધારે પોતાની મલાઈમાં રસ હતો. અમે તમારી ભલાઈ માટે કામ કરીએ છીએ અને તેઓ મલાઈ માટે કામ કરે છે.”
પીએમ મોદીએ વધુમાં કહ્યું,“આપ જાણો છો કે અહીંયાના નેતાઓ તમારી થાળીમાંથી જે કોળિયો આંચકી લે છે તેની પ્રેરણા ક્યાંથી મેળવે છે? તેમને પ્રેરણા દિલ્હીમાં બેસેલા તેમના નેતાઓ પાસેથી મળે છે. જે ટેક્સ ચોરી કરે છે, ખેડૂતોની જમીન ચોરી કરે છે અને દેશના રક્ષા ગોટાળામાં મિલકત પણ બનાવે છે.”
આતંકવાદ પર કોંગ્રેસનું વલણ પીએમ મોદીએ આતંકવાદના મુદ્દે પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારતે દુશ્મનોને ઘરમાં ઘૂસીને માર્યા ત્યારે તેમનું વલણ નિરાશાજનક રહ્યું હતું. આપણા વૈજ્ઞાનિકોની સીદ્ધીનો પણ તેમણે મજાક ઉડાવ્યો હતો.
દેશને ગર્વ થાય તે વાતમાં કોંગ્રેસને દુઃખ થાય વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે દેશને જે બાબત પર ગર્વ થાય છે, તેવી તમામ વાતો પર કોંગ્રેસને દુઃખ થાય છે. તેઓ આતંકવાદીઓના આકાઓની ભાષા બોલે છે. ભારતમાં ભલે કોંગ્રેસને કોઈ વખાણે નહીં પાકિસ્તાનમાં તેમની જયજયકાર થઈ રહી છે. ત્યાંના અખબારોમાં આ લોકોની તસવીરો છપાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર