ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ કહ્યું- જેની ખેડૂતો પૂજા કરે છે તેને કરી રહ્યા છે આગને હવાલે

જે સામાનની, ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવીને આ લોકો ખેડૂતોને અપમાનિત કરી રહ્યા છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જે સામાનની, ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવીને આ લોકો ખેડૂતોને અપમાનિત કરી રહ્યા છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 • Share this:
  દેહરાદૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ‘નમામિ ગંગે’ મિશન હેઠળ ઉત્તરાખંડમાં મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 6 મોટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને ખેડૂત કાયદા (Famer's Act) પર ચાલી રહેલા વિરોધ પર પોતાની પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મોટા સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી દેશના શ્રમિક સશક્ત થશે, દેશના યુવા સશક્ત થશે, દેશની મહિલાઓ સશક્ત હશે, દેશના ખેડૂત સશક્ત થશે. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે લોકો માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરી રહ્યા છે.

  PM મોદીએ કહ્યું કે, આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે તો પણ આ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. આ લોકો ઈચ્છે છે કે દેશના ખેડૂત ખુલ્લા બજારમાં પોતાની ઉપજ ન વેચી શકે. જે સામાનોની, ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવીને આ લોકો ખેડૂતોને અપમાનિત કરી રહ્યા છે.

  આ પણ જુઓ, કૃષિ કાયદાનો વિરોધઃ ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરને કર્યું આગને હવાલે

  આજ સુધી તેમનો કોઈ મોટો નેતા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નથી ગયો- PM

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ કાળખંડમાં દેશે જોયું છે કે કેવી રીતે ડિજિટલ ભારત અભિયાને, જનધન બેન્ક ખાતાઓએ લોકોની કેટલી મદદ કરી છે. જ્યારે આ કામ અમારી સરકારે શરૂ કર્યું તો આ લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. દેશના ગરીબોના બેન્કના ખાતા ખુલી જાય, તે પણ ડિજિટલ લેવડ-દેવડ કરે, આ લોકોએ તેનો હંમેશા વિરોધ કર્યો. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ભારતની પહેલ પર જ્યારે સમગ્ર દુનિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યો હતો તો ભારતમાં જ બેઠેલા આ લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું હતું તો ત્યારે પણ આ લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. આજ સુધી તેમના કોઈ મોટા નેતા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નથી ગયા.

  આ પણ વાંચો, કૃષિ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જશે પંજાબ સરકાર, CMએ કહ્યું- પાકિસ્તાન ઉઠાવી શકે છે હાલાતનો ફાયદો

  વિરોધ કરનારા લોકો અપ્રાસંગિક થઈ રહ્યા છે - વડાપ્રધાન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગત મહિને જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ લોકો પહેલા સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરનો વિરોધ કરી રહ્યા હતા. પછી ભૂમિપૂજન સામે વિરોધ નોંધાવ્યો. દર ક બદલતી તારીખની સાથે માત્ર વિરોધ માટે વિરોધ કરનારા આ લોકો અપ્રાસંગિક થઈ રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: