Home /News /national-international /VIDEO: પીએમ મોદીએ શૂટ કરેલા આ વીડિયોમાં એવું તે શું છે કે લોકો વારંવાર જોઈ રહ્યા છે?

VIDEO: પીએમ મોદીએ શૂટ કરેલા આ વીડિયોમાં એવું તે શું છે કે લોકો વારંવાર જોઈ રહ્યા છે?

પીએમ મોદીએ હેલીકોપ્ટરમાંથી શૂટ કર્યો આ વીડિયો

PM Modi Shoots Kullu Video: બુધવારે સવારે પીએમ મોદી પહેલા દિલ્હીથી બિલાસપુર પહોંચ્યા અને અહીં 1470 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી એઈમ્સનું ઉદ્ધાટન કર્યું હતું. અહીં જાહેરસભાને સંબોધન કર્યા બાદ તેઓ બિલાસપુરથી હેલીકોપ્ટર મારફતે કુલ્લૂ પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમણે આ વીડિયો શૂટ કર્યો હતો.

વધુ જુઓ ...
    કુલ્લૂ: પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતાથી સૌ કોઈ વાકેફ છે.સોશિયલ મીડિયા પર જ્યારે પણ પીએમ મોદી સત્તાવાર અકાઉન્ટ પરથી કોઈ વાત અથવા વીડિયો શેર કરવામા આવે તો, તેને સારી એવી પ્રતિક્રિયાઓ મળે છે. તાજેતરમાં જ શેર કરવામાં આવેલા વીડિયો હિમાચલ પ્રદેશના કુલ્લૂનો છે. જેને પીએમ મોદીએ હેલીકોપ્ટરમાંથી શૂટ કર્યો છે બાદમાં આ વીડિયો શેર કર્યો હતો.સાથે જ કેપ્શનમાં લખ્યું, કુલ્લૂની સુંદરતા જોવા જેવી છે, આ વીડિયોને અત્યાર સુધીમાં 32 લાખ લોકો જોઈ ચુક્યા છે.

    આ પણ વાંચો: બિલાસપુરમાં AIIMSનું ઉદ્ધાટન, પીએમ મોદીએ કહ્યું- સ્વાસ્થ્ય અને શિક્ષણની ડબલ ગિફ્ટ મળી

    હકીકતમાં જોઈએ તો, 21 સેકન્ડનો આ વીડિયો પ્રધાનમંત્રીએ હેલીકોપ્ટરમાંથી બનાવ્યો છે. બુધવારે બિલાસપુરમાં એઈમ્સના ઉદ્ધાટન બાદ પીએમ મોદી કુલ્લૂ જવા રવાના થયા હતા. આ દરમિયાન બપોરે કુલ્લૂના આકાશમાંથી આ વીડિયો શૂટ કર્યો અને કુલ્લૂ શહેરની સુંદરતા દેખાડી હતી. પીએમ મોદીએ બપોરે ત્રણ કલાકે ફેસબુક પેજ પર આ વીડિયો નાખ્યો હતો અને ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં 32 લાખ વખત આ વીડિયો જોવાયો છે. વીડિયોને 2.54 લાઈક્સ પણ મળી ચુકી છે. સાથે જ 8100 લોકોએ તેને શેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદીના 47 મિલિયન ફેસબુક ફોલોઅર્સ છે.

    બિલાસપુર અને કુલ્લૂ ગયા હતા પીએમ મોદી


    હકીકતમાં જોઈએ તો, બુધવારે સવારે પીએમ મોદી પહેલા દિલ્હીથી બિલાસપુર પહોંચ્યા અને 1470 કરોડ રૂપિયાથી બનેલા એઈમ્સનું ઉદ્ધાટન કર્યું. અહીં જાહેરસભાને સંબોધન કર્યા બાદ મોદી બિલાસપુરથી હેલીકોપ્ટર દ્વારા કુલ્લૂના ભુંતર એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામા તેમણે આ વીડિયો બનાવ્યો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: પીએમ મોદી, વાયરલ વીડિયો

    विज्ञापन
    विज्ञापन