અદભૂત Video: કોરોના યોદ્ધાઓ માટે સેનાએ વરસાવ્યા ફૂલ, PMએ Video શેર કરી કર્યું સલામ

News18 Gujarati
Updated: May 3, 2020, 7:44 PM IST
અદભૂત Video: કોરોના યોદ્ધાઓ માટે સેનાએ વરસાવ્યા ફૂલ, PMએ Video શેર કરી કર્યું સલામ
પીએમ મોદીએ ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી કોવિડ-19 સામે જંગમાં પહેલી લાઈનમાં ઉભા રહેલા કોરોના વોરિયર્સને સલામ પણ કરી છે.

પીએમ મોદીએ ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી કોવિડ-19 સામે જંગમાં પહેલી લાઈનમાં ઉભા રહેલા કોરોના વોરિયર્સને સલામ પણ કરી છે.

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 મહામારીને પછાડવા માટે કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ સહિત અન્ય કામમાં લાગેલા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા માટે વિભિન્ન શહેરો અને કેટલાક વિસ્તારોમાં સ્થિત મુખ્ય હોસ્પિટલોની ઉપર સેનાના હેલિકોપ્ટરો દ્વારા ફૂલના વરસાદના અભિયાનના રવિવારે ખૂબ વખાણ કરવામાં આવ્યા.

પીએમ મોદીએ ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી કોવિડ-19 સામે જંગમાં પહેલી લાઈનમાં ઉભા રહેલા કોરોના વોરિયર્સને સલામ પણ કરી છે.


પીએમ મોદીએ ટ્વીટ કર્યું, કોવિડ-19નો બહાદુરીથી મુકાબલો કરવામાં સૌથી પહેલી લાઈનમાં ઉભા તમામ લોકોને સલામ. આપણા સશસ્ત્ર દળો દ્વારા શાનદાર પ્રદર્શન. પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય કર્મીઓ અને અન્ય લોકોનો પણ આભાર વ્યક્ત કરવામાં સામેલ સૈન્ય વિમાન, હેલિકોપ્ટર અને બેડનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો.



કોરોના વાયરસ મહામારી સામે લડાઈમાં લાગેલા લાખો તબીબ, પેરામેડિકલ કર્મીઓ, સ્વચ્છતા કર્મીઓ અને અન્ય કર્મીઓ પ્રતિ આભાર વ્યક્ત કરવા દેશવ્યાપી અભિયાન હેઠળ ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ રવિવારે પ્રમુખ શહેરો અને વિસ્તારોમાં ઉડાન ભરી જ્યારે સૈન્ય હેલિકોપ્ટરોએ દેશભરમાં પ્રમુખ હોસ્પિટલો ઉપર ફૂલોનો વરસાદ કર્યો
First published: May 3, 2020, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading