Home /News /national-international /PM મોદીએ કેમ શેર કર્યો આ ફોટો? ઓસ્ટ્રેલિયન મંત્રીની જમતા જમતા જાણવા મળેલી કહાની લખી

PM મોદીએ કેમ શેર કર્યો આ ફોટો? ઓસ્ટ્રેલિયન મંત્રીની જમતા જમતા જાણવા મળેલી કહાની લખી

pm modi tweet

PM મોદીએ ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે લંચ કરતી વખતે જાણવા મળેલો એક કિસ્સો ટ્વિટર પર શેર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઓસ્ટ્રેલિયાના વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે લંચ કરતી વખતે, પીએમ મોદીને ખબર પડી કે ગોવાના એક ઇમિગ્રન્ટ કે ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હતા તેમણે જ ડોન ફેરેલને શાળામાં ભણાવ્યું હતું અને હાલ ઓસ્ટ્રેલિયાના વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ તેના શિક્ષકને ખૂબ માને છે અને તેઓના શૈક્ષણિક વિકાસ માટે પાયો માને છે.

PM મોદીએ આ કિસ્સો શેર કરતાં લખ્યું છે કે "મારા મિત્ર PM એન્થોની અલ્બેનીઝના સન્માનમાં લંચ દરમિયાન, ઑસ્ટ્રેલિયન વેપાર અને પર્યટન પ્રધાન ડોન ફેરેલએ કંઈક રસપ્રદ શેર કર્યું હતું. તેઓને ગ્રેડ 1 માં એક શ્રીમતી એબર્ટ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું જેણે તેઓના જીવન પર ખૂબ ઊંડી અસર છોડી હતી અને તેમના શૈક્ષણિક કાર્ય માટે તે ટીચરને તેમણે શ્રેય આપ્યો હતો."ઉપરાંત PM મોદીએ બે ટ્વિટમાં લખ્યુ હતુ કે "શ્રીમતી એબર્ટ, તેમના પતિ અને તેમની પુત્રી લિયોની, 1950ના દાયકામાં ભારતમાં ગોવાથી એડિલેડ સ્થાયી થયા હતા અને તેમને ઓસ્ટ્રેલિયાના એડિલેડની એક શાળામાં ભણાવવાનું શરૂ કર્યું હતુ. ત્યાર બાદ તેઓની પુત્રી લિયોની સાઉથ ઑસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સનાં પ્રમુખ પણ બન્યાં હતા."પીએમ મોદીએ આ ટ્વિટમાં ઉમેર્યું હતું કે તેઓ આ કિસ્સો સાંભળીને ખુશ થયા હતા, આવી ઘટનાઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સમૃદ્ધ સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે. વડા પ્રધાને કહ્યુ હતુ કે, "જ્યારે કોઈ તેના શિક્ષકનો પ્રેમપૂર્વક ઉલ્લેખ કરે છે અને તેઓની વાત કરે છે ત્યારે તે સાંભળવું પણ ખૂબ આનંદદાયક છે."
First published:

Tags: Australia, Modi tweet, PM Modi પીએમ મોદી, Tweet