ભોર ભયો, બિન શોર, મન મોર, ભયો વિભોર, રગ-રગ હૈ રંગા, નીલા ભૂરા શ્યામ સુહાના, મનમોહક, મોર નિરાલા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક ખૂબ સુંદર કવિતાની સાથે વીડિયો (Video) શૅર કર્યો છે. 1:46 મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી અનેકવાર મોરને પોતાના હાથથી ચણ ખવડાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને જોવાથી એવું લાગી રહ્યું છે કે જે મોરને વડાપ્રધાન ચણ ખવડાવી રહ્યા છે, તે તેમનાથી ઘણો હળી-ભળી ગયો છે. વીડિયોમાં એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા જોઈ મોર બગીચામાં નાચવા લાગે છે અને તમામ પાંખ ફેલાવીને તેમનું અભિવાદન કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર કવિતાના માધ્યમથી મોરની સુંદરતા અને ખૂબીઓનું વર્ણન કર્યું છે. તેમની આ પોસ્ટ પર અનેક રસપ્રદ રિપ્લાય આવ્યા છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાથી વન્ય જીવ સંરક્ષણ પર ઘણું ભાર મૂકતા રહ્યા છે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના ખાસ પ્રસંગે પ્રોજેક્ટ લાયન અને ડોલ્ફિનના સંરક્ષણ સાથે જોડાયેલી યોજનાઓની જાહેરાત કરી છે.
તેઓએ કહ્યું કે, આપણી બાયોડાયવર્સિટીના સંરક્ષણ અને સંવર્ધન માટે ભારત પૂરી રીતે સંવેદનશીલ છે. તેઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં વાઘ અને સિંહની સંખ્યા વધી છે. તેને જોતાં હવે દેશમાં આપણા એશિયન સિંહ માટે એક પ્રોજેક્ટ લાયનની પણ શરૂઆત કરવામાં આવશે. તેની સાથે ડોલ્ફિનના સંરક્ષણ માટે પણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર