વિરાટ કોહલીને મોદીએ આપ્યો જવાબ, પોસ્ટ કર્યો ફિટનેસ વીડિયો

News18 Gujarati
Updated: June 13, 2018, 10:02 AM IST
વિરાટ કોહલીને મોદીએ આપ્યો જવાબ, પોસ્ટ કર્યો ફિટનેસ વીડિયો
કસરત કરી રહેલા મોદી

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાટ કોહલીને ફિટનેસ ચેલેન્જનો જવાબ આપતા એક વીડિયો ટ્વિટર પર મૂક્યો છે. આ વીડિયોમાં મોદી કસરત અને યોગા કરતા નજરે પડી રહ્યા છે. કોહલીએ 23મી મેના રોજ કસરતનો એક વીડિયો મૂકતા પોતાની પત્ની અનુષ્કા શર્મા, ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને નરેન્દ્ર મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી.

વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ બાદ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે તેઓ બહુ ઝડપથી પોતાનો વીડિયો શેર કરશે. બુધવારે મોદીએ પોતાની ફિટનેસ ચેલેન્જ પૂરી કરી છે. આ વીડિયો પોસ્ટ કરીને મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે હું એક ટ્રેક પર ચાલી રહ્યો છું જેમાં પંચ તત્વ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છે, જે મને આનંદિત કરી દે છે. આ સાથે જ હું શ્વાસોશ્વાસની પણ પ્રેક્ટિસ કરું છું.


મોદીએ વિરાટ કોહલીને જવાબ આપતા વીડિયો શેર કર્યો


વિરાટે રાજ્યવર્ધન રાઠોરની ચેલેન્જ સ્વીકારી હતી

આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રમતગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરની ફિટનેસ ચેલેન્જ સ્વીકારી હતી અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, વડાપ્રધાન મોદી અને પોતાની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરીને તેમને ચેલેન્જ આપી હતી.

નોંધનીય છે કે રમતગમત મંત્રી રાઠોરે દેશમાં ફિટનેસને લઈને જાગૃત્તિ ફેલાવવા માટે કસરત કરતો પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. રાજ્યવર્ધન રાઠોરે વીડિયો શેર કરીને દેશની અમુક જાણીતી હસ્તીઓને ટેગ કરીને તેમને ફિટનેસ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી હતી.

કોહલીનં ટ્વિટ

કોહલીએ તેમની ચેલેન્જનો સ્વીકાર કરતા ટ્વિટર પર લખ્યું હતું કે, 'મેં રાજ્યવર્ધન રાઠોર સાહેબની ચેલેન્જ સ્વીકારી લીધી છે. હવે હું મારી પત્ની અનુષ્મા શર્મા, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહેન્દ્રસિંહ ધોની ભાઈને ચેલેન્જ આપી રહ્યો છું.' આ સાથે કોહલીએ પોતાનો કસરત કરતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
First published: June 13, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading