Home /News /national-international /PM Modi Security Breach: એક્શન મોડમાં કેન્દ્રીય સમિતિ, એક ડઝનથી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપ્યું સમન્સ

PM Modi Security Breach: એક્શન મોડમાં કેન્દ્રીય સમિતિ, એક ડઝનથી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપ્યું સમન્સ

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઈ હતી.

PM Modi Security Breach: રાજ્ય સરકારે કેન્દ્ર (Central)ને સુપરત કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાના સંદર્ભમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને રાજ્ય સરકારે ભૂલો (Security Lapse)ની તપાસ (Central Inquiry Committee) માટે બે સભ્યોની સમિતિની રચના કરી છે.

વધુ જુઓ ...
ચંદીગઢ . વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સુરક્ષામાં ખામી (Security Lapse) અંગે કેન્દ્રની તપાસ સમિતિ (Central Inquiry Committee) ફિરોઝપુર (Ferozpur) પહોંચી હતી અને પ્યારેયાના ફ્લાયઓવર (Pyarayana flyover)નું નિરીક્ષણ કર્યું હતું જ્યાં વડા પ્રધાનનો કાફલો અટકાવાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિએ ત્રણ જિલ્લાના પોલીસ અધિક્ષકો સહિત પંજાબના એક ડઝનથી વધુ વરિષ્ઠ અધિકારીઓને પૂછપરછ માટે ફિરોઝપુરની બીએસએફ ઓફિસમાં બોલાવ્યા છે.

કેન્દ્રની સમિતિએ હુસૈનીવાલાની પણ મુલાકાત લીધી છે જ્યાં વડા પ્રધાનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.

પંજાબના મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારીએ વડા પ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામીની ઘટના અંગે કેન્દ્ર સરકારને અહેવાલ સુપરત કર્યો છે. આ સમિતિના અધ્યક્ષ કેબિનેટ સચિવાલયના સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના છે અને તેમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના જોઇન્ટ ડાયરેક્ટર અને સ્પેશિયલ સિક્યોરિટી ગ્રુપના આઇજી બલબીર સિંહ એસ સુરેશનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: PM Modi Security Breach મામલે સુપ્રીમ કોર્ટમાં હવે સોમવારે સુનાવણી થશે, CJIએ આપી કમિટિ બનાવવાની સલાહ

રાજ્ય સરકારે કેન્દ્રને સુપરત કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાના સંદર્ભમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને રાજ્ય સરકારે ભૂલોની તપાસ માટે બે સભ્યોની સમિતિની રચના કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારીએ બુધવારે પીએમ મોદીની મુલાકાત પર બનેલી ઘટનાઓ વિશે શ્રેણીબદ્ધ માહિતી શેર કરી હતી.

આ પણ વાંચો: PM Modi Security Breach: PM મોદીની સુરક્ષામાં ક્ષતિ મામલે પોલીસ કેસ નોંધાયો, પંજાબ સરકારે આપી કેન્દ્રને જાણકારી

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી બુધવારે સવારે ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે પીએમએ લગભગ 20 મિનિટ સુધી હવામાન સાફ થવાની રાહ જોઈ. નિવેદન અનુસાર, જ્યારે હવામાનમાં સુધારો ન થયો, ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે તેઓ રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચશે, જેમાં બે કલાકથી વધુ સમય લાગશે.પંજાબ પોલીસ ડીજીપી તરફથી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા બાદ પીએમ મોદી રોડ માર્ગે બહાર આવ્યા હતા.

આ પણ વાંચો: PM Modi Security Breach: સરકારનો દાવો- PM મોદીનો રોડ માર્ગે જવાનો પ્લાન છેલ્લી ઘડીનો નિર્ણય ન હતો

જ્યારે પીએમનો કાફલો હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. પીએમ 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકાયા હતા. નિવેદન અનુસાર પીએમની સુરક્ષામાં આ એક મોટી ભૂલ હતી. ગૃહ મંત્રાલયે કહ્યું કે, પીએમના સમયપત્રક અને પ્રવાસની યોજનાઓ પંજાબ સરકારને પહેલાથી જ જણાવી દેવામાં આવી હતી.
First published:

Tags: PM Modi પીએમ મોદી, Punjab cm, Punjab Congress, Punjab police, દેશ વિદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો