Home /News /national-international /

PM Modi Security Breach: SCએ તપાસ સમિતિની રચના કરી, જસ્ટિસ ઇન્દૂ મલ્હોત્રા કરશે નેતૃત્વ

PM Modi Security Breach: SCએ તપાસ સમિતિની રચના કરી, જસ્ટિસ ઇન્દૂ મલ્હોત્રા કરશે નેતૃત્વ

સુપ્રીમ કોર્ટે પીએમની સુરક્ષા ચૂક મામલે તપાસ માટે એક સમિતિ બનાવી છે.

PM Modi Security Breach Case: સર્વોચ્ચ અદાલતે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાબતે એક તપાસ સમિતિ બનાવી છે. આ સમિતિનું નેતૃત્વ રિટાયર્ડ જજ ઈંદૂ મલ્હોત્રા (Indu Malhotra) કરશે.

    નવી દિલ્હી. પંજાબ (Punjab)ની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સુરક્ષામાં થયેલી ચૂકના કેસ (PM Modi Security Breach case)માં સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી થઈ. આ મામલે સર્વોચ્ચ અદાલતે તપાસ માટે એક સમિતિ બનાવી છે. આ સમિતિનું નેતૃત્વ રિટાયર્ડ જજ ઈંદૂ મલ્હોત્રા (Indu Malhotra) કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના (NV Ramanna), જસ્ટિસ સૂર્યકાંત અને હીમા કોહલીની બેન્ચે બુધવારે આ આદેશ જારી કર્યો છે. 5 જાન્યુઆરીએ પીએમ મોદીનો ફિરોઝપુરનો પ્રવાસ નિશ્ચિત હતો, પરંતુ સુરક્ષામાં ખામીને લીધે તેમને પાછા જવું પડ્યું.

    આ સમિતિમાં ચંડીગઢના ડીજીપી, NIAના IG, પંજાબના ADG (સિક્યોરિટી), પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલનો પણ સમાવેશ થશે. સમિતિ પીએમની સુરક્ષામાં થયેલી ખામીના કારણો શોધી કાઢશે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૂચનો પણ આપશે. અગાઉ 10 જાન્યુઆરીએ યોજાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તપાસ માટે ન્યાયિક સમિતિની રચના કરવામાં આવશે.

    આ પણ વાંચો - MIB Twitter Account Hack: માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક, Elon musk ના ફોટા સાથે લખ્યું- Something Amazing

    5 જાન્યુઆરીએ પંજાબની મુલાકાત દરમિયાન પીએમનો કાફલો હુસૈનીવાલા સ્થિત ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો. એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે કેટલાક પ્રદર્શનકારીઓએ કથિત રીતે રસ્તો બ્લોક કર્યો હતો, જેના કારણે આ ઘટના બની હતી. કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષામાં ખામીને લઈને પંજાબ સરકાર પર નિશાન સાધ્યું હતું. જો કે, રાજ્ય સરકારે કહ્યું કે છેલ્લી ઘડીએ PMએ યાત્રાનો માર્ગ બદલી નાખ્યો.

    આ પણ વાંચો - દેશવિદેશના તમામ મહત્ત્વના સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

    પંજાબ સરકારે પણ પીએમની સુરક્ષામાં થયેલી ચૂકના મામલામાં બે સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મહેતાબ સિંહ ગિલ અને પંજાબ સરકારના મુખ્ય સચિવ અનુરાગ વર્મા સામેલ થશે. આ સિવાય કેન્દ્ર સરકારે આ મામલાની સંપૂર્ણ તપાસ માટે એક કમિટીની પણ રચના કરી છે. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Pm security breach, Security, Supreme Court, ભારત, વડાપ્રધાન મોદી

    આગામી સમાચાર