Home /News /national-international /

Coronaનો કહેર વધ્યો, શું દેશમાં ફરી લાગશે Lockdown? જાણો - ખુદ PM મોદીએ શું આપ્યો જવાબ

Coronaનો કહેર વધ્યો, શું દેશમાં ફરી લાગશે Lockdown? જાણો - ખુદ PM મોદીએ શું આપ્યો જવાબ

સરકારના આ નિર્ણયથી ટેલિકૉમ કંપની ITI મોટો ફાયદો થયો છે કેમ કે સરકારે સેનાને ઇમરજન્સી ખરીદીનો અધિકાર આપ્યો છે. સેનાએ વૉર રિઝર્વ માટે સામાન સ્ટૉક કરી શકશે. ઉલ્લેખનીય છે કે ITIની આવક 35ટકા ભાગ ડિફેન્સ સેક્ટરથી આવે છે. ટેલિકૉમ મંત્રાલયે ચીની ઇક્યૂપમેન્ટ પર બેનના આદેશ આપ્યા છે. જે પછી ITIને મોટો ફાયદો મળશે.

બુધવાર સાંજ સુધીમાં કોરોના વાયરસના કુલ મામલાની સંખ્યા 3.54 લાખથી વધારે થઈ ગઈ છે. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી સ્થિતિ સ્પષ્ટ કરી છે

    નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં બુધવાર સાંજ સુધીમાં કોરોના વાયરસના કુલ મામલાની સંખ્યા 3.54 લાખથી વધારે થઈ ગઈ છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં 11903 લોકોના જીવ ગયા છે. વધી રહેલા કોરોના કેસ વચ્ચે સરકાર તરફથી લોકડાઉન ફરી લાગુ કરવાને લઈ લોકોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી સ્થિતિ સ્પષ્ટ કરી છે.

    બુધવારે પીએમ મોદીએ કોવિડ-19 મહામારીને લઈ 15 રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે. આ દરમિયાન તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે લોકડાઉન ફરી લગાવવાને ચાલી રહેલી ચર્ચાઓનો હવાલો આપી પીએમ મોદી સામે સ્પષ્ટીકરણ માંગ્યું કે, દેશમાં શું લોકડાઉન ફરી લગાવવામાં આવશે. તેલંગણાના મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર, આ મામલે પીએમ મોદીએ સ્પષ્ટીકરણ કર્યું કે, હવે લોકડાઉન નથી, દેશ હવે અનલોકિંગ(ખોલવા)ના તબક્કામાં છે.

    તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીઓ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં સળંગ વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણના કેસને જોતા પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે કહ્યું કે, આવુ ત્યારે જ થશે જ્યારે પ્રત્યેક કરોના વાયરસ સંક્રમણ દર્દીને સારામાં સારી સારવાર મળશે. જેથી આપણે કોવિડ-19 ટેસ્ટ વધારવા પડશે, જેથી જે પણ સંક્રમિત લોકો હોય તેની ઓળખ થઈ શકે અને તેમને સાજા કરી શકાય.

    પીએમ મોદીએ કહ્યું કે, ત્રણ મહિના પહેલા પૂરા વિશ્વમાં પીપીઈ કીટ અને ટેસ્ટિંગ કીટની અછત હતી. ભારત સાથે પણ આવી જ પરિસ્થિતિ હતી. કેમ કે, આપણે પહેલા માત્ર આ વસ્તુ માટે આયાત પર નિર્ભર હતા. પરંતુ હાલના સમયમાં રાજ્યો પાસે 1 કરોડ પીપીઈ કીટ અને 1 કરોડ એન95 માસ્ક પહોંચી ચુક્યા છે.

    પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં કોરોનાથી સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યા કોરોના દર્દીઓ કરતા વધારે છે. દેશમાં હાલના સમયમાં વેન્ટીલેટર અને આઈસીયુની જરૂરત કેટલાક દર્દીઓને જ છે. અમે સમય પર નિર્ણાયક પગલા લીધા જેથી આપણે કોરોના સામે સારી રીતે જંગ લડી શક્યા અને તેને વધારે પ્રસારને રોકવામાં સફળતા મેળવી, અને સફળ થઈશું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ccoronavirus, India lockdown

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन