Home /News /national-international /PM મોદીએ કહ્યું- ઇઝરાયેલ સાથે મિત્રતાનો શ્રેષ્ઠ સમય, ચિદમ્બરમ બોલ્યા- હવે Pegasusનું એડવાન્સ વર્ઝન માગો
PM મોદીએ કહ્યું- ઇઝરાયેલ સાથે મિત્રતાનો શ્રેષ્ઠ સમય, ચિદમ્બરમ બોલ્યા- હવે Pegasusનું એડવાન્સ વર્ઝન માગો
પી ચિદમ્બરમ (file photo)
Pegasus Spyware: શુક્રવારે પેગાસસ પર આવેલા The New York Timesના નવા રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત (India) સરકારે ઇઝરાયલ (Israel) પાસેથી 2017માં એક મોટી ડિલમાં મિસાઇલ સિસ્ટમ સાથે પેગાસસ પણ ખરીદ્યું હતું.
Pegasus News: હાલમાં જ ઇઝરાયલ (Israel) સાથેની મિત્રતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના એક નિવેદન ઉપર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ટોણો માર્યો છે. ચિદમ્બરમે (P Chidambaram) એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે, ‘પીએમએ કહ્યું છે કે ભારત-ઇઝરાયેલ સંબંધમાં એક નવું લક્ષ્ય નિર્ધારિત કરવાનો આ સૌથી સારો સમય છે. બેશક, આ ઇઝરાયેલને પૂછવાનો સૌથી સારો સમય છે કે શું તેમની પાસે પેગાસસ સ્પાયવેર (Pegasus Spyware)નું કોઈ બેટર વર્ઝન છે? પાછલો સોદો 2 અબજ ડોલરમાં થયો હતો. ભારત આ વખતે સારું કરી શકે છે. જો અમને 2024ની ચૂંટણી પહેલા વધુ સોફિસ્ટિકેટેડ સ્પાયવેર મળે તો અમે તેને 4 અબજ ડોલર પણ આપી શકીએ છીએ.’ કહી દઈએ કે વિપક્ષ પેગાસસ ડિલ મુદ્દાને લઈને કેન્દ્ર સરકારને અગાઉ પણ ઘેરી ચૂક્યું છે.
ઇઝરાયેલ સાથેનો સંબંધ આગળ વધારવાનો યોગ્ય સમય
નોંધપાત્ર છે કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે પૂર્ણ રાજકીય સંબંધના ત્રીસ વર્ષ પૂરા થવાની ઉજવણીમાં શનિવારે જારી કરાયેલા એક વીડિયો મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત ઉપર ભાર મૂક્યો કે બંને દેશો વચ્ચે સંબંધ આગળ વધારવા માટે લક્ષ્ય નિર્ધારિત કરવાનો આનાથી સારો સમય કોઈ નહીં હોઈ શકે. તેમણે કહ્યું, અત્યારે ભારત આઝાદીનું 76મુ વર્ષ ઉજવી રહ્યું છે. ઇઝરાયેલ પણ આગામી વર્ષે એ જ કરવાનું છે અને બંને દેશ 30 વર્ષના પૂર્ણ રાજકીય સંબંધની ઉજવણી કરવાનું છે.
શુક્રવારે પેગાસસ ઉપર આવેલા The New York Timesના નવા રિપોર્ટમાં ચોંકાવનારા દાવા કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે ઇઝરાયલ પાસેથી 2017માં એક મોટી ડિલમાં મિસાઇલ સિસ્ટ ઉપરાંત પેગાસસ પણ ખરીદ્યું હતું. આ ડિલ 2 અબજ ડોલરની હતી. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે Federal Bureau of Investigationએ પણ આ સ્પાયવેર ખરીદ્યું હતું અને તેનું ટેસ્ટિંગ હતું. રિપોર્ટમાં ડિટેલ્સમાં જણાવાયું છે કે કઈ રીતે સ્પાયવેરને ગ્લોબલી યૂઝ કરવામાં આવ્યું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલના રક્ષા મંત્રાલય ડિલ લાયસન્સમાં પેગાસસને પોલેન્ડ, હંગેરી અને ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ વેચવામાં આવ્યું. તેમાં 2017ની સાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ યાત્રા વિશે ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, બંને દેશ 2 અબજ ડોલરના હથિયાર અને ઇન્ટેલિજન્સ ગિયર પેકેજ ડિલ માટે સહમત થયા હતા. તેમાં પેગાસસ અને મિસાઇલ સિસ્ટમ પણ સામેલ છે.
પત્રકારો અને મંત્રીઓના ફોન હેકના રિપોર્ટ આવ્યા હતા
કહી દઈએ કે થોડા મહિના પહેલા જ ઇઝરાયેલના પેગાસસ સોફ્ટવેર દ્વારા ફોન ટેપિંગના રિપોર્ટ આવ્યા બાદ ચર્ચા છેડાઈ હતી. વિપક્ષ કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે તો બીજી બાજુ સરકાર પણ આ આરોપોને ખોટા ઠેરવી રહી છે. પહેલા જે રિપોર્ટ સામે આવ્યો હતો તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇઝરાયેલના સોફ્ટવેર Pegasusની મદદથી ભારતના આશરે 300 લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા. તેમાં મંત્રી, નેતા, બિઝનેસમેન તથા જાહેર જીવન સાથે જોડાયેલા લોકો સામેલ છે.
આ રિપોર્ટ વોશિંગ્ટન પોસ્ટ સહિત દુનિયાના આશરે 16 મીડિયા કંપની દ્વારા પબ્લિશ કરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર