News18RisingIndia: પશ્ચિમ બંગાળ અને કર્ણાટક સરકાર નોકરી આપવામાં નિષ્ફળઃ PM મોદી

News18 Gujarati
Updated: February 25, 2019, 10:57 PM IST
News18RisingIndia: પશ્ચિમ બંગાળ અને કર્ણાટક સરકાર નોકરી આપવામાં નિષ્ફળઃ PM મોદી

  • Share this:
ન્યૂઝ18ની વર્ષની સૌથી મોટી ઇવેન્ટમાં દેશના વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યાં હતા, તાજ હોટેલમાં આયોજીત આ કાર્યક્રમમાં પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ અને કર્ણાટક સરકાર પર કેટલાક પ્રહારો કર્યા હતા, જેમાં તેઓએ કહ્યું કે પશ્ચિમ બંગાળ અને કર્ણાટક સરકાર નોકરીઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે.

પોતાની સ્પિચમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે બની શકે કે અનેક લોકોને મોદીની વાત પર વિશ્વાસ નથી આવતો, પરંતુ એ પણ યાદ રાખવું જોઇએ કે પશ્ચિમ બંગાળ સરકાર કહી રહી છે કે ગત વર્ષે તેઓએ 9 લાખ નોકરી આપી છે, અને 2012થી 2016 સુધી 68 લાખ નોકરી આપી. કર્ણાટક સરકારનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં 53 લાખ નોકરી આપી. શું આ સંભવ છે કે પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં નોકરીના અવસર બની રહ્યાં છે પરંતુ ભારતમાં નથી બની રહ્યાં ?

PM મોદીએ વધીમાં કહ્યું કે સાથીઓ, રોજગાર અંગે મારું માનવું છે કે હજી પણ દેશમાં ઘણું કરવાનું બાકી છે, પરંતુ જે દિશામાં અને જે ઝડપથી આપણે આગળ વધી રહ્યાં છીએ, મને વિશ્વાસ છે કે નોકરીને લઇને પણ ભારત સમગ્ર દુનિયામાં એક મિસાલ બનશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં વિદેશ પર્યટકોની સંખ્યામાં અંદાજે 45 ટકાની વૃદ્ધિ થઇ છે, પ્રવાસનથી થતી વિદેશી મુદ્રાની કમાણીમાં પણ છેલ્લા 4 વર્ષમાં 50 ટકાનો વધારો થયો. ભારતના એવિએશન સેક્ટરમાં પણ ઐતિહાસિક વધારો થયો છે. શું આ બધામાં રોજગારને અવસર નહીં મળ્યો હોય ?

વિચારો, ભારત જ્યારે સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બન્યું છે તો એ સંભવ છે કે વગર નોકરીએ આ શક્ય બન્યું છે ? જ્યારે દેશમાં એફડીઆઇ ઓલ ટાઇમ હાઇ છે તો શું આ સંભવ છે કે નોકરી નથી ? જ્યારે કોઇ આંતરરાષ્ટ્રીય રિપોર્ટ કહે છે કે ભારત સૌથી ઝડપથી ગરીબી હટાવી રહ્યું છે તો શું એ સંભવ છે કે વગર નોકરીના લોકો ગરીબીથી બહાર આવી રહ્યાં છે ?ઃ PM મોદી
First published: February 25, 2019, 10:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading