લાંબા સમય બાદ પાંચ વર્ષ પછી પૂર્ણ બહુમતીની સરકાર ફરી ચૂંટાઈ આવશે : પીએમ મોદી

પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સમાં આજે વડાપ્રધાન મોદી લાંબા સમય બાદ ઉપસ્થિત રહ્યાં હતા.

News18 Gujarati
Updated: May 18, 2019, 7:17 AM IST
લાંબા સમય બાદ પાંચ વર્ષ પછી પૂર્ણ બહુમતીની સરકાર ફરી ચૂંટાઈ આવશે : પીએમ મોદી
પીએમ મોદીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે ફરી સરકાર બનાવીશું.
News18 Gujarati
Updated: May 18, 2019, 7:17 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીની ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી. લગભગ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સમાં આજે વડાપ્રધાન મોદી લાંબા સમય બાદ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે અમે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીથી મોટી જીત મેળવીશું. આજે અમારી પાસે 16 સરકાર છે એક તબક્કે 19 સરકાર હતી. આ સફળતાનું કારણ મોદી સરકારની યોજના છે. લાંબા સમય બાદ એવી ચૂંટણી યોજાઈ છે જેમાં વિપક્ષનો મુદ્દો મોંઘવારી અને ભ્રષ્ટાચાર નથી.

પીએમ મોદીએ કહ્યું,  “લોકતંત્રની સૌથી મોટી તાકાત એ છે કે આપણે વિશ્વને પ્રભાવિત કરવું જોઈએ. આટલી મોટી ચૂંટણી થઈ છતાં રમઝાન યોજાય છે,આઈપીએલ થાય છે, પરીક્ષાઓ થાય છે. ઘણા સમય બાદ એવું થઈ રહ્યું છે કે ચૂંટાયેલી સરકાર ફરી ચૂંટાઈ રહી છે. અનેક ઉતાર ચઢાવ આવ્યા પરંતુ દેશ સાથે રહ્યો એટલે મારા માટે ચૂંટણી પ્રચાર પાંચ વર્ષની આભારવિધી હતી. હું આભાર વ્યક્ત કરવા આવ્યો છું. હું તમારા માધ્યમથી દેશવાસીઓનો ધન્યવાદ કરવા આવ્યો છું. જે યાત્રા અમે શરૂ કરી છે તેને શરૂ રાખવા માટે અમારે આશિર્વાદ આપ્યા છે.”

તેમણે વધુમાં કહ્યું “દેશમાં સટ્ટાખોરીના મગજને ગત ચૂંટણીના પરિણામના બીજા દિવસે લપડાક પડી હતી. દેશની જનતાએ અમારી સરકાર બનાવવાનું નક્કી કરી લીધું હતું. જેટલું થઈ શકે એટલું જલ્દી નવી સરકાર પોતાનું કામ કરીશું અને એક પછી એક નિર્ણયો કરતા અમે આગળ વધીશું. અમારી સરકારની વિશેષતા લાસ્ટ માઇલ ડિલિવરી છે. આ અમારી સરકારની વિશેષતા છે લાભાર્થીના અંતિમ લોકો સુધી પહોંચવું. એક સંગઠનના આધારે ચૂંટણી કેવી રીતે લડી જવાય તે જોવા મળે છે.”

ચૂંટણીનું મેનેજમેન્ટ
પીએમ મોદીએ કહ્યું કે એક સંગઠનના આધારે ચૂંટણી કેવી રીતે લડી શકાય તે રિસર્ચનો વિષય હોય છે. ક્યારેય કોઈ મીડિયા કે વ્યક્તિ રિસર્ચ કરવા માંગે તો કરી શકે છે. પૉલિટિકલ પાર્ટી લોકતાંત્રિક વ્યવસ્થા દ્વારા ચાલે છે તેમાં ઘણા પડકારો આવે છે. લોકોને ખરેખર જાણ થવી જોઈએ કે આ વ્યવસ્થા કેવી રીતે ચાલે છે.
એક પણ સભા રદ ન થઈ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર તમામ યોજનાઓ ડિટેલમાં તૈયાર કરે છે. અમે સંગઠન વતી પણ તમામ બાબતોમાં અગાઉથી કહેતા નથી પરંતુ અમારી તમામ બાબતો લોકો સુધી પહોંચે છે. આ ચૂંટણી દરમિયાન મારી એક પણ સભા રદ થઈ નથી.

પૂર્ણ બહુમતી વાળી NDA સરકાર બનશે તેમાં બે મત નથી
પત્રકારોના સવાલના જવાબ વિશે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે અમે વર્ષ 2014થીજ આગામી સરકાર ઘડવા માટે કામ શરૂ કરી દીધું હતું. અમારી જ સરકાર બનશે તેમાં કોઈ બે મત નથી. સંપૂર્મ બહુમતી વાળી NDA સરકાર બનશે.

સાધ્વીને નોટિસ મોકલી છે : અમિત શાહ
પાર્ટીએ સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુરને ગોડ્સેના નિવેદન અંગે જવાબ માંગ્યો છે. અમે તેમને શો કૉઝ નોટિસ ઇશ્યુ કરી છે. સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુરે ગાંધીજીના હત્યારા ગોડ્સેને દેશભક્ત ગણાવ્યા હતા.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...