Home /News /national-international /ત્રિપુરાની રેલીમાં બોલ્યા પીએમ મોદી,'અહીંયા કુસ્તી ને દિલ્હીમાં દોસ્તી કરે છે, કોંગ્રેસ અને લેફ્ટ'

ત્રિપુરાની રેલીમાં બોલ્યા પીએમ મોદી,'અહીંયા કુસ્તી ને દિલ્હીમાં દોસ્તી કરે છે, કોંગ્રેસ અને લેફ્ટ'

વડાપ્રધાનની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદી આજે ત્રમ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે. સવારે પશ્ચિમ બંગાળમાં રેલી કર્યા બાદ વડાપ્રધાન મોદીએ ત્રિપુરાના ઉદયપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી.

  ન્યૂઝ 18 ગુજરાતી : ત્રિપુરાના ઉદયપુરમાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને લેફ્ટ પર પ્રહારો કર્યા હતા. તેમણે ત્રિપુરાના ગઠબંધનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને લેફ્ટ અહીંયા કુસ્તી કરે છે અને દિલ્હીમાં દોસ્તી કરે છે. તેમણે ત્રિપુરાની જનતાને કહ્યું હતું કે જેવી રીતે તમારા રાજ્યે વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી પર ભરોષો કર્યો છે તે સરહાનીય છે.

  વડાપ્રધાન મોદીએ કહ્યું,“અહીંયા વર્ષોથી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી લડતી હતી, પરંતુ તમે ક્યારે તેનો સ્વીકાર કર્યો નહીં. તમે લેફ્ટના ત્રાસને સહન કર્યો પરંતુ તૃણમૂલના સ્થાને ભાજપના વિકાસની રાહ જોઈ હતી. તમને ભાજપમાં તાકાત દેખાઈ તો આખુ ત્રિપુરા ભાજપને સોંપી દીધું.”

  વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને લેફ્ટ પર પ્રહારો કરતા કહ્યું,“ કોંગ્રેસ અને લેફ્ટ મળી અને મોદીને દૂર કરવા માગે છે પછી તેના માટે પાકિસ્તાન જેવી વાત ભલે ન કરવી પડે. આ એવું મહામિલાવટ છે, જે ત્રિપુરા અને કેરળમાં દેખાડો કરવા અલગ અલગ ચૂંટણી લડે છે પરંતુ દિલ્હીમાં ચોકીદારને ગાળો આપવા માટે એક થઈ જાય છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Left, Loksabha elections 2019, Speech, કોંગ્રેસ, પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन