Operation Ganga: ઓપરેશન ગંગા પર સોનભદ્રમાં પીએમ મોદીએ કહ્યું- યુક્રેનમાંથી 1 હજાર ભારતીયોને પાછા લાવ્યા, કોઈ કસર છોડાશે નહીં
Operation Ganga: ઓપરેશન ગંગા પર સોનભદ્રમાં પીએમ મોદીએ કહ્યું- યુક્રેનમાંથી 1 હજાર ભારતીયોને પાછા લાવ્યા, કોઈ કસર છોડાશે નહીં
પીએમ મોદીએ કહ્યું, ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં એક હજારથી વધુ ભારતીયોને યુક્રેનથી વતન લાવવામાં આવ્યા છે. (ANI)
PM Modi on Indian stuck in Ukraine: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં એક હજારથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.
Russia-Ukraine War: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો (Indian Student in Ukraine) માટે મોટી જાહેરાત કરી છે. તેમણે યુપી (UP Election)માં એક જાહેર સભામાં બોલતા કહ્યું કે અમે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને કોઈપણ ભોગે બચાવીશું. તેમણે કહ્યું કે, ઓપરેશન ગંગા (Operation Ganga) ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં એક હજારથી વધુ ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઓપરેશન ગંગાને વેગ આપવા માટે અમે ચાર કેન્દ્રીય મંત્રીઓને ત્યાં મોકલ્યા છે. ભારતીયોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમે તમામ વ્યવસ્થા કરી રહ્યા છીએ.
પીએમ મોદી યુપીના સોનભદ્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં કોઈ કસર છોડીશું નહીં.
જણાવી દઇએ કે, આજે યુક્રેન (Ukraine)માં ફસાયેલા સેંકડો ભારતીયોને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના મહત્ત્વપૂર્ણ પગલા બાદ એરફોર્સનું (Indian Air Force) C-17 એરક્રાફ્ટ (C-17 aircraft) એરફોર્સનું સૌથી મોટું એરક્રાફ્ટે ઉડાન ભરી છે. તેનાથી ઓછા સમયમાં યુક્રેનમાંથી વધુ ભારતીયોને બહાર કાઢવામાં મદદ મળશે. યુક્રેન પર રશિયા (Ukraine Russia War)નો હુમલાનો આજે સાતમો દિવસ છે અને ત્યાં ફસાયેલા ઘણા ભારતીયો ભોંયરામાં સંતાઇને પોતાનો જીવ બચાવી રહ્યા રહે છે, જેમની પાસે હવે ખાવા-પીવાનું પણ નથી.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવમાં (Russia-Ukraine War) ઘણા ભારતીય લોકો યુક્રેનમાં (Indians in Ukraine) ફસાયા છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આ દરમિયાન યુક્રેન પર રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું (Indian Student Died in Ukraine) મોત થયું છે. મૃતક વિદ્યાર્થીના પિતા સાથે પણ પીએમ મોદીએ વાત કરી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર