કેરળમાં મોદીએ કહ્યું-વિપક્ષ જનતાના મિજાજને ઓળખી શક્યો નહીં

કેરળના ગુરૂવાયુરમાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કેરળ માટે બનારસ જેવું છે. જેમણે અમને નથી જીતાડ્યા તેમ પણ અમારા લોકો જ છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદી આજથી માલદીવ અને શ્રીલંકાની વિદેશયાત્રાએ રવાના થયા છે. માલદીવ જતા પહેલાં વડાપ્રધાન મોદીએ કેરળમાં રાત્રિ રોકાણ કર્યુ હતું. શનિવારે વડાપ્રધાન મોદીએ કેરળના ગુરૂવાયુર મંદિરમાં પૂજા કરી હતી. અહીં વડાપ્રધાનની 112 કિલો કમળથી તુલા કરાઈ હતી. પૂજા-પાઠ બાદ એક સભાને સંબોધ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે રાજકીય પંડીતો અને વિપક્ષ જનતાના મિજાજને ઓળખી શક્યો નહીં. જેમણે અમને નથી જીતાડ્યા તે લોકો પણ અમારા જ છે. અમે રાજકારણમાં સરકાર બનાવવા થી આવ્યા અમે દેશનું ઘડતર કરવા માટે આવ્યા છીએ.

  આ પણ વાંચો :  આજથી મોદી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે, કેરળમાં PMની કમળ તુલા થઈ

  પીએમ મોદીએ કહ્યું હતું કે અમારૂ લક્ષ્ય સત્તા પ્રાપ્ત કરવાનું નથી પરંતુ ભવ્ય ભારતનું નિર્માણ કરવાનું છે. કેરળ અને બનારસ માટે એક સમાન છે. વડાપ્રધાન મોદીએ માલદીવ પહોંચતા પહેલાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મુલાકાત નેબરહુડ ફર્સ્ટ નીતિ અંતર્ગત છે. અમે પાડોશી સાથે સંબંધ મજબૂત કરવા માંગીએ છીએ.  કેરળમાં શુક્રવારે મોડી રાત્રે વડાપ્રધાન મોદીનું કોચી ખાતે આગમન થયું હતું. સવારે તેઓ વાયુસેનાના હેલિકોપ્ટરથી ગુરૂવાયુર પહોંચ્યા હતા. અહીંયા કૃષ્ણ મંદિર ખાતે તેમણે પૂજા અર્ચના કરી હતી. આ મંદિરમાં જ વડાપ્રધાનની 112 કિલો કમળથી કમળ તૂલા કરવામાં આવી હતી.
  Published by:Jay Mishra
  First published: