Home /News /national-international /

વડાપ્રધાને બંગાળમાં કહ્યું,'દીદી ડરી ગયા છે, રાતે ઊંઘી શકતા નથી'

વડાપ્રધાને બંગાળમાં કહ્યું,'દીદી ડરી ગયા છે, રાતે ઊંઘી શકતા નથી'

પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં રેલી દરમિયાન મમતા બેનર્જી સરકાર પર વરસ્યા વડાપ્રધાન મોદી કહ્યું, આ વખતે અમે 22 બેઠકો જીતીશું

    ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદી આજે ચૂંટણી પ્રચાર અર્થે ત્રણ રેલીઓ સંબોધશે. તેમણે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં એક ચૂંટણી સભા સંબોધી હતી. બંગાળ બાદ વડાપ્રધાન મોદી ત્રિપુરા અને મણિપુરમાં રેલી કરશે. તૂચ બિહારમાં વડાપ્રધાન મોદી મમતા સરકાર પર વરસ્યા હતા તેમણે કહ્યું હતું કે મને બંગાળમાં આવતા રોકવા માટે સરકારે ભરપૂર પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું હતું કે તૃણમૂલ કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરાયેલો આ મંચ તેમના વિનાશનું સ્મારક સ્થળ બનશે.

    વડાપ્રધાને કહ્યું,“ પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી આજકાલ ઊંઘી શકતી નથી તેમની ઉંઘ હરામ થઈ ગઈ છે. આજકાલ તેમના પર ગાળોનો વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળને દીદીના કબ્જામાંથી મુક્ત કરાવવાનું છે. તમે જેટલા મોદી.. મોદીના નારા લગાવશો એટલી તેમની બેચેની વધી જશે.  ભારત ક્યારેય આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે તે શક્ય નહોતું પરંતુ હવે તે શક્ય બન્યું છે.”

    દીદીની પરેશાની
    પીએમ મોદીએ કહ્યું કે ભારત અંતરિક્ષમાં મહાસત્તા બને તો પણ દીદી પરેશા થઈ જાય છે, ભારત આતંકવાદીઓને મારે તો પણ દીદી પરેશાન થઈ જાય છે. હવે દીદી એટલા પરેશાન રહે છે કે દિવસ રાત એક જ વાત કરે છે, મોદી હટાવો. રાજકીય લાભ ખાટવા માટે ઘૂષણખોરોને છાવરીને દીદીએ દેશની માટી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

    આ પણ વાંચો: સામ પિત્રોડાએ ભારતીયનો ગણાવ્યા 'વાંદરા'! બીજેપી થઈ આક્રમક

    બે વડાપ્રધાન શક્ય છે?
    વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દીદી હવે એવા લોકોનો સાથ આપી રહ્યાં છે, જે ભારતમાં બે વડાપ્રધાન ઇચ્છે છે, શું ભારતમાં બે વડાપ્રધાન શક્ય છે? દીદી દેશ વિરોધી લોકોનો સાથ આપી રહ્યાં છે. દીદી પર તમે ખૂબ જ ભરોષો કર્યો છે, પરંતુ તેમણે તમારો ભરોષો તોડી નાખ્યો છે. બંગાળમાં ફઈ-ભત્રીજાની જોડીએ આ મહાન ધરતીનેગુંડાઓ અને ઘૂષણખોરોના હવાલે કરી દીધી છે.

    આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં PM મોદી બોલ્યા, 'નામદાર ડરી ગયા એટલે માઈક્રોસ્કોપથી શોધી સુરક્ષિત સીટ

    સ્પીડબ્રેકર દીદી
    મમતા બેનર્જી પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જો આ સ્પીડ બ્રેકર દીદીએ કેન્દ્ર સરકારની યોજનાઓને અટકાવી ન હોત તો તમને પણ એનો લાભ મળતો. હવે 2019ની ચૂંટણીમાં તમારી પાસે તક છે, દીદીને પાઠ ભણાવી અને તેમનો સાચો ચહેરો દુનિયા સમક્ષ ખુલ્લો પાડજો. કૉમ્યુનિસ્ટોના સાશન બાદ આ પ્રકારે સરકાર ચલાવવામાં આવશે તેની કોઈને અપેક્ષા નહોતી. સમગ્ર દેશ મા શારદાની પૂજા કરે છે પરંતુ આ લોકોએ બંગાળમાં શારદા સ્કેમ કરી નાખ્યું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Bengal, Loksabha elections 2019, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन